જામનગર મેઘપર પોલીસ મથકના બે હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ સસ્પેન્ડ

જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ મથકમાંથી એક આરોપી ભાગી છુટવાના પ્રકરણમાં જામનગર જિલ્લાના એસ.પી. દ્વારા આકરું પગલું લેવામાં આવ્યું છે, અને મેઘપર પોલીસ સ્ટેશનના બે…

જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ મથકમાંથી એક આરોપી ભાગી છુટવાના પ્રકરણમાં જામનગર જિલ્લાના એસ.પી. દ્વારા આકરું પગલું લેવામાં આવ્યું છે, અને મેઘપર પોલીસ સ્ટેશનના બે પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા એક કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાતાં જામનગરના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ઉપરોક્ત આરોપી હજુ સુધી પોલીસ પકકડથી દૂર છે, જેને પોલીસ શોધી રહી છે.
જામનગર ની એસ.ઓ.જી. ની ટુકડીએ ગત 6 તારીખે મોડી રાત્રે એક હોટલમાંથી હેરોઈનના જથ્થા સાથે પકડી પાડેલા ચાર આરોપીઓ પૈકીના વિશાલસિંઘ જસવીરસિંઘ મટુ, કે જેને મેઘપર પોલીસ મથકમાં સુપ્રત કરવામાં આવ્યો હતો, અને પોલીસ પહેરા હેઠળ રખાયો હતો.

દરમિયાન 7મી તારીખે મોડી સાંજે પોલીસને ચકમો આપીને મેઘપર પોલીસ મથકમાંથી ભાગી છૂટ્યો હતો, જેથી ભારે દોડધામ થઈ હતી. જે આરોપી હજી સુધી પોલીસ પકકડથી દૂર છે, અને પોલીસ આરોપીને શોધી રહી છે. દરમિયાન જામનગરના જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની એ આ પ્રકરણમાં આંકરું વલણ દાખવ્યું છે, અને મેઘપર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ દિગુભા ઝાલા, તેમજ ભગીરથસિંહ ભીખુભા જાડેજા ઉપરાંત પોલીસ હેડ પોસ્ટેબલ ગૌતમ હીરજી ચાવડાને પોતાની ફરજમાં બેદરકારી દાખવવા બદલ આજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેથી જામનગરના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *