જામનગરના બે ગઠિયાએ પોરબંદરના યુવક પાસેથી 19.80 લાખ પડાવ્યા, બંન્ને ઝડપાયા

  પોરબંદર તાલુકાના વાછોડા ગામના યુવક સાથે યુનાઇટેડ કિંગડમનું વર્ક વિઝા અપાવવાના બહાને થયેલી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે. જામનગરના બે શખ્સો અને તેમના સાગરીતોએ મળીને…

 

પોરબંદર તાલુકાના વાછોડા ગામના યુવક સાથે યુનાઇટેડ કિંગડમનું વર્ક વિઝા અપાવવાના બહાને થયેલી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે. જામનગરના બે શખ્સો અને તેમના સાગરીતોએ મળીને યુવક પાસેથી રૂૂ. 19.80 લાખ પડાવી લીધા હતા. ફરિયાદી સુનીલભાઈ ગોરાણીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, જામનગરના મયુર બારમેળા અને શ્યામલ પટેલે તેમને ક્ધસ્ટ્રકશનની જોબ માટે યુકે મોકલવાની લાલચ આપી હતી. આરોપીઓએ રૂૂ. 26.50 લાખમાં વર્ક વિઝા અપાવવાનું કહી, કોઈ ઇન્ટરવ્યૂ નહીં લેવાની ખાતરી આપી હતી.

ફરિયાદી પાસેથી હપ્તે-હપ્તે રૂૂ. 19.80 લાખ પડાવ્યા બાદ, યુકે હોમ ઓફિસમાં ઇન્ટરવ્યૂ ગોઠવી હતી. ત્યારબાદ વિઝા ફાઇલ રદ થયાનું જણાવી, પૈસા પરત માંગતા ફરિયાદીને ધમકી આપી હતી.પોરબંદર એએસપી સાહિત્યા વી.ના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસે ગણતરીના કલાકોમાં બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી. દેસાઈના નેતૃત્વમાં આગળની તપાસ ચાલી રહી છે. રાજ્યમાં વિદેશ વિઝા ફ્રોડના બનાવોમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી પોલીસે કડક કાર્યવાહી શરૂૂ કરી છે.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *