બેડી નાકા ટાવર મરચા પીઠ દાવલશા પીરની દરગાહની પાસે રહેતા મારફતશેખ રહસનશેખ (ઉં.વ.20) અને તેમનો મિત્ર મીરાજુલ શેખ હથિખાનાથી ઘરે જતા હતા ત્યારે કપિલા હનુમાન પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ એક્ટિવામાં આવી છરી બતાવી મોબાઈલ અને એક્ટિવાની લૂંટ ચલાવી ભગવતીપરા તરફ ભાગી ગયા હતા.આ મામલે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
મારફતશેખે ફરિયાદમાં જણાવ્યુ હતું કે,શેઠ શેખ હાબીબભાઈ ની સાથે છેલ્લા એકાદ વર્ષથી રહું છું અને હું સંતકબીર રોડ ઉપર આવેલ દુકાનમાં ઇમિટેશનમાં મજૂરી કામ કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું.ગઈ તા.22/09ના રાત્રિના અગિયારેક વાગ્યાની આસપાસ હું મારા ઘરેથી મારા મિત્ર મિરાજુલ રહેમાન શેખ સાથે મારા શેઠ શેખ હાબીબભાઈના માલિકીનું એકટીવા લઈને હાથીખાનામાં જમવાનું લેવા માટે ગયો હતો અને હાથીખાનામાંથી જમવાનુ લઈ રાત્રિના સાડા અગીયારેક વાગ્યાની આસપાસ મારા ઘરે જતી વખતે કપિલા હનુમાનજી મેઇન રોડ પર બચુબાપા શેરડીવાળાની દુકાન થી થોડી આગળ જતા મારી એકટીવાને ઓવરટેક કરી અમારી આગળ એક એક્ટીવા કાળા કલર જેવુ ઉભુ રાખી દીધું હતું.
જેના ઉપર ત્રણ અજાણ્યા વ્યક્તિઓ સવાર હતા. જેઓએ અમને રોકેલ અને તેમાંથી એક શખ્સ મિત્ર મિરાજુલને એકટીવામાંથી ઉતારી દઈ નીચે પાડી દઈ માર મારવા લાગ્યો હતો અને તે વખતે બીજા બે પણ ઉતરીને આવીને મને પણ એકટીવા પરથી ઉતારી ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને એક્ટીવાના ચાલકે ચપ્પુ જેવુ હથિયાર કાઢી મને ધમકી આપવા લાગેલ અને કહેલ કે રાડો પાડતો નહી નહીંતર ચપ્પુ મારી દઇશ જેવુ બોલી મારી પાસેથી અમારી જે એકટીવા હતી તેની ચાવી ઝુંટ્વી લીધેલ હતી અને તે ચાવી લઇને તેઓ અમારી એકટીવા ગાડી લઇ ને જતો રહેલ હતો.ત્યાર બાદ તેમાંથી એક શખ્સ મારા મિત્ર મીરાજુલ શેખ પાસેનો મોબાઇલ ફોન ઝુટવી લઇ અમને બુમાબુમ નહી કરવાનુ બોલી તેઓ લઇને આવેલ એકટીવા ગાડી લઇને બીજા બે પણ ભગવતીપરા તરફ જતા રહ્યા હતાં.આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
