બે મિત્રોને દારુમાં ઝેર પાઈ પોતે પોલીસ સ્ટેશનમાં ઝેરી સ્પ્રે માર્યો

રાજકોટના હિસ્ટ્રીશીટરે ખેલ્યો મોતનો ખેલ, પોલીસને બાતમી આપ્યાની શંકાએ બે મિત્રોની ઠંડા કલેજે હત્યા વાટકામાં ઝેરી સ્પ્રે મારી તેમાં દેશી દારુ પાઈ મોતને ઘાટ ઉતાર્યા,…

રાજકોટના હિસ્ટ્રીશીટરે ખેલ્યો મોતનો ખેલ, પોલીસને બાતમી આપ્યાની શંકાએ બે મિત્રોની ઠંડા કલેજે હત્યા

વાટકામાં ઝેરી સ્પ્રે મારી તેમાં દેશી દારુ પાઈ મોતને ઘાટ ઉતાર્યા, પોલીસે ભાંડો ફોડી નોંધ્યો ખૂનનો ગુનો

સામાકાંઠે સંતકબીર રોડ નજીક ભગીરથ સોસાયટીમાં દેશી દારૂૂ પીધા બાદ મનસુખભાઈ રણછોડભાઈ ડાભી (ઉ.વ. 50) અને તેના મિત્ર અલ્પેશ રાઘવજીભાઈ સાબરીયા (ઉ.વ. 43)ના મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટના બાદ મૃતકના પુત્રએ ભગીરથ સોસાયટીમાં જ રહેતા શખ્સે દારૂૂમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ભેળવી પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધાનો આક્ષેપ કરતા બી-ડિવિઝન પોલીસે જીણા વિઠ્ઠલ ગોહેલને ઉઠાવી લઈ પૂછતાછ કરતા તેણે દારૂૂમાં ઝેરી દવા ભેળવીને પીવડાવ્યાની કબુલાત આપી હતી.આ ઘટનામાં મૃતક મનસુખભાઈના પુત્ર વિનય ડાભી(ઉ.30)ની ફરિયાદ પરથી હત્યા કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતુ કે આરોપી જીણા ભગત વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડતો હોય અને પોતે હિસ્ટ્રીસીટર હોવાનું જાણવા મળ્યુ છે તેમજ સ્થાનીક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આરોપી જીણા ભગત દેશી દારુનો ધંધો પણ કરતો હતો.

વિનયે ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે,આજથી આશરે પાંચ મહિના પહેલાં જ્યારે પોલીસ આરોપી જીણા ભગતનું ઘર શોધતી આવી ત્યારે મૃતક મનસુખભાઈએ પોલીસને તેનું ઘર બતાવી દીધું હતું. આ બાબતનું મનદુખ રાખીને આરોપી અવારનવાર મનસુખભાઈ સાથે ઝઘડો કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. એટલું જ નહીં, આરોપી જીણો ભગત મનસુખભાઈનું મકાન પણ પડાવી લેવા માંગતો હતો.

જ્યારે બીજી તરફ આ ઘટનામાં ભગીરથ સોસાયટીમાં રહેતા 58 વર્ષીય જીણાભાઈ વિઠ્ઠલભાઈ ગોહેલ નામના આરોપીની ડબલ મર્ડરના કેસમાં અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.ગત 17 મે 2026ના રોજ બે વ્યક્તિઓમનસુખભાઈ ડાભી અને અલ્પેશભાઈ સાબરીયાએ આ આરોપી પાસેથી દેશી દારૂૂ લઈને પીધો હતો. દારૂૂ પીધા બાદ બંનેની તબિયત લથડી હતી અને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપી જીણાભાઈએ કબૂલાત કરી હતી કે તેણે જ દારૂૂમાં વંદા અને મચ્છર મારવાનો ઝેરી સ્પ્રે ભેળવીને આ બંને વ્યક્તિઓની હત્યા નીપજાવી હતી. આ ગંભીર ગુનાની કાયદાકીય કાર્યવાહી અને ધરપકડથી બચવા માટે ચાલાક આરોપીએ ટેબલ નીચે પડેલા વંદા મારવાના સ્પ્રે પર આરોપી જીણાભાઈની નજર પડી હતી. વધુ કાયદાકીય પૂછપરછ અને ધરપકડથી બચવાના ઇરાદાથી, આરોપીએ પોલીસ સ્ટાફની નજર ચૂકવીને અચાનક ટેબલ નીચેથી એ સ્પ્રે ઉઠાવી લીધો હતો.

તેણે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને ધક્કો માર્યો અને ઝડપથી એ ઝેરી સ્પ્રે પોતાના મોઢામાં છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓન-ડ્યુટી પોલીસ કોન્સ્ટેબલ જગદિશભાઈ વાંક અને અન્ય સ્ટાફે તાત્કાલિક પ્રતિક્રિયા આપીને આરોપીના હાથમાંથી સ્પ્રે ઝૂંટવી લીધો હતો. ગંભીર હાલતમાં આરોપીને તાત્કાલિક નજીકની કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

જે સ્પ્રે છાંટી મિત્રોને મોતને ઘાટ ઉતાર્યા, તે સ્પ્રેથી આરોપી જીણા ભગતે આપઘાતનો પ્રયાસ કર્યો
શહેરની ભગીરથ સોસાયટીમાં બનેલી બે વ્યક્તિઓના શંકાસ્પદ મોતના મામલે પોલીસે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સોસાયટીમાં દેશી દારૂૂ પીધા બાદ મનસુખભાઈ રણછોડભાઈ ડાભી (ઉંમર વર્ષ 50) અને તેમના મિત્ર અલ્પેશ રાઘવજીભાઈ સાબરીયા (ઉંમર વર્ષ 43)ના કરુણ મોત નીપજ્યા હતા. તેણે બંને મિત્રોને પીવડાવવાના દેશી દારૂૂમાં વંદા અને મચ્છર મારવાનો ઝેરી સ્પ્રે મિક્સ કરી દીધો હતો, જેને કારણે બંનેના મોત નીપજ્યા હતા.ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગુનામાં વપરાયેલા બંને ઝેરી સ્પ્રે જપ્ત કરી લીધા હતા.કાયદાના સકંજામાં આવી જતાં અને જેલમાં જવાની પાકી ખાતરી થતાં, પકડાઈ જવાના ડરથી આરોપી જીણાએ જે ઝેરી સ્પ્રેનો ઉપયોગ પોતાના બે મિત્રોને મોતને ઘાટ ઉતારવા માટે કર્યો હતો, તે જ વંદા-મચ્છર મારવાના સ્પ્રેને પોતે ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *