ગોકુલધામમાં કરિયાણાના રૂપિયા મુદ્દે યુવાન ઉપર બે મિત્રોનો છરીથી હુમલો

મોરબી રોડ ઉપર મિત્ર સાથેના ઝઘડાનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો શહેરમાં ગોકુલધામ વિસ્તારમાં કરિયાણાના રૂપિયા મુદ્દે યુવાન ઉપર બે મિત્રએ છરી અને…

મોરબી રોડ ઉપર મિત્ર સાથેના ઝઘડાનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

શહેરમાં ગોકુલધામ વિસ્તારમાં કરિયાણાના રૂપિયા મુદ્દે યુવાન ઉપર બે મિત્રએ છરી અને પથ્થરવડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોકુલધામ વિસ્તારમાં રહેતા સંદીપ વાસુદેવભાઈ ચમાર નામનો 20 વર્ષનો યુવાન રાત્રીના 11 વાગ્યાના અરસામાં પોતાના ઘર નજીક હતો ત્યારે સુરત અને પ્રેમ નામના બે મિત્રોએ છરી અને પથ્થરવડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં અઆવ્યો હતો. પ્રાથમિક પુછપરચમાં હુમલાખોર અને ઈજાગ્રસ્ત મિત્રો છે અને સાથે રહે છે કરિયાણાના રૂપિયા મુદ્દે ઝઘડો કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હોવામાં આવ્યો છે.

આ ઉપરાંત બીજા બનાવમાં મોરબી રોડ ઉપર જકાતનાકા પાસે રહેતા ગૌરવ જગદીશભાઈ રીબડિયા નામનો 22 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે રાણા અને સાદુર નામના શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ગૌરવ રિબડિયાના મિત્ર રાહુલ અને હકા સાથે હુમલાખોર શખ્સોને એક વર્ષ પહેલા ઝઘડો થયો હતો.

ગૌરવ રિબડિયા રાહુલ અને હકા સાથે બેઠ-ઉઠ કરતો હોવાનો ખાર રાખી બન્ને શખ્સોને ગૌરવ રિબડિયા ગઈકાલે રાત્રીના ગરબી જોવા નિકળ્યો હતો ત્યારે રસ્તામાં આતરી માર માર્યો હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *