ગંજીવાડામાં નજીવી બાબતે મરચાંની ભૂકી છાંટી બે પરિવારો બાખડ્યા, પાંચ ઘવાયા

રાજકોટના ગંજીવાડામાં ગાળો બોલલા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. આ મામલે સામસામી મારામારીમાં પાંચેક વ્યક્તિ ઘવાયા હતાં અને આઠ સામે…

રાજકોટના ગંજીવાડામાં ગાળો બોલલા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. આ મામલે સામસામી મારામારીમાં પાંચેક વ્યક્તિ ઘવાયા હતાં અને આઠ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓની ધરપકડ કરવા થોરાળા પોલીસે તજવીજ હાથ ધરી હતી.

બનાવની વધુ વિગતો અનુસાર ગંજીવાડા શેરી નં.24માં રહેતા રાય રાજુભાઈ વાળા (ઉ.26)એ જયેહભાઈ નારણભાઈ પરમાર, જયેશભાઈના માતા, નારણભાઈ પરમાર અને સ્મીતાબેન જયેશભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. રાયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.5નાં રોજ રાત્રીનાં સમયે પાડોશમાં રહેતા જયેશભાઈ તને લોકો હીજડા છો તેમ કહી જેમ હોય તેમ બોલતા હોય જેથી તા.7નાં રોજ રાત્રીનાં સમયે પરિવારજનો ઘરે હતાં ત્યારે પત્નીએ કહ્યું કે પોતે બાલકનીમાં હતી ત્યારે જયેશભાઈ ગાળો બોલતા હતાં. જેથી પોલીસ બોલાવતાં પોલીસની ગાડી મદદ માટે આવી હતી. તેમજ આ જયેશના માતાએ હાથમાં બટુક ભરી અને ઝપાઝપી કરવા લાગ્યા હતાં અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જયેશની પત્ની સ્મીતાએ રવિની બહેન આરતીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ઘરના સભ્યો ઉપર મરચાની ભુકી નાખી હતી.

જ્યારે સામા પક્ષે જયદીપ ઉર્ફે જયેશ નારણભાઈ પરમાર (ઉ.26)એ ફરિયાદમાં રવિ રાજુ વાળા, રાજુભાઈ વાળા, શનિ રાજુભાઈ વાળા અને આરતીબેન રાજુભાઈ વાળાનું નામ આપતાં તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં જયેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.6નાં રોજ પત્નીએ વાત કરી કે તા.5નાં રોજ તમે જ્યારે મોવડી ખાતે માંડવામાં ગયા ત્યારે ગઈ તા.6નાં રોજ બપોરના સમયે રવિ વાળાએ ગાળો આપી હતી અને તે બહાર ઉભો હતો ત્યારે રવિની ઘરવાળી બહાર હોય જયેશભાઈએ કહ્યું કે તારા ઘરવાળાને શું પેટમાં દુ:ખે છે કેમ સ્મીતાને ગાળો આપે છે જેથી તેમને પોલીસની ગાડી બોલાવવા ફોન કર્યો અને જયેશે પણ પોલીસની ગાડી બોલાવી હતી. તેમજ પોલીસની ગાડી ત્યાં આવી ગઈ હતી અને ત્યાં પોલીસની ગાડી આવી જતાં તેમને ફોન દેવા જતાં રવિના પરિવારે મરચાનો પાવડર છાંટી અને તલવાર એ પાઈપ વડે હુમલો કર્યો હતો. આ મામલે થોરાળા પોલીસ મથકમાં સામ સામી મારામારીની ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *