પંચનાથ મંદિર પાસે ‘હીટ એન્ડ રન’ : અજાણી કારની ઠોકરે બાઇક ચાલક પૌત્ર અને દાદી ઘવાયા

શહેરનાં પંચનાથ મંદીર પાસે હોસ્પિટલેથી ઘરે જઇ રહેલા બાઇક ચાલક યુવાન અને તેમનાં દાદીને પુરઝડપે આવેલા કારનાં ચાલકે ઠોકરે લેતા યુવકનાં દાદી રસ્તા પર પટકાયા…

શહેરનાં પંચનાથ મંદીર પાસે હોસ્પિટલેથી ઘરે જઇ રહેલા બાઇક ચાલક યુવાન અને તેમનાં દાદીને પુરઝડપે આવેલા કારનાં ચાલકે ઠોકરે લેતા યુવકનાં દાદી રસ્તા પર પટકાયા હતા અને તેમને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પિટલમા ખસેડાયા છે. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે.

વધુ વિગતો મુજબ દુધસાગર રોડ ભગવતી સોસાયટીમા રહેતા અમીનાબેન યુસુફભાઇ કુરેશી નામના 77 વર્ષના વૃધ્ધ તેમના પૌત્ર ફૈઝાનનાં બાઇક પર બેસી પંચનાથ મંદિરે આંખનાં નિદાન માટે આવ્યા હતા અને નિદાન પુરુ થતા તેઓ ફૈઝાનની બાઇક પર બેસી ઘરે પરત ફરતા હતા ત્યારે પંચનાથ હોસ્પિટલ નજીક પુરઝડપે આવેલા કારના ચાલકે ઉલાળતા ફૈઝાન અને તેમનાં દાદી અમીનાબેન રસ્તા પર પટકાયા હતા જેમા અમીનાબેનને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સૌ પ્રથમ પંચનાથ હોસ્પિટલ અને બાદમા સિવીલ હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા. હાલ અમીનાબેનની હાલત ગંભીર હોવાનુ જાણવા મળી રહયુ છે.તેમજ તેમને સંતાનમા 3 દિકરા અને 3 દિકરી છેે. આ ઘટના મામલે એ ડીવીઝન પોલીસે કાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *