મનમાની કરતી એજન્સીઓ સામે પુરવઠા વિભાગના આંખ મિંચામણા

સમયસર જથ્થો નહી પહોંચાડતા લાભાર્થીઓ અને રેશનીંગ દુકાનના સંચાલકો વચ્ચે ઘર્ષણ : નિયમોનો ઉલાળિયો કરનાર સામે બ્લેક લીસ્ટની કાર્યવાહી કરવા એસોસિએશનની માંગ ગુજરાતનાં લગભગ 3…

સમયસર જથ્થો નહી પહોંચાડતા લાભાર્થીઓ અને રેશનીંગ દુકાનના સંચાલકો વચ્ચે ઘર્ષણ : નિયમોનો ઉલાળિયો કરનાર સામે બ્લેક લીસ્ટની કાર્યવાહી કરવા એસોસિએશનની માંગ

ગુજરાતનાં લગભગ 3 કરોડ 72 લાખ લાભાર્થીઓને અન્ન સુરક્ષા કાયદા 2013 અન્વયે અનાજ અને રાજ્ય સરકારની સબસીડી યુક્ત કલ્યાણકારી યોજના હેઠળ ખાંડ, દાળ, ચણા, મીઠું અને તહેવાર સમયે ખાદ્યતેલનું વિતરણ કાર્ય ગુજરાતનાં વાજબી ભાવના દુકાનદારો દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. ફરીથી ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશને દુકાનદારો વતી નાગરિક પુરવઠા નિગમ અને પી.ડી.એસ સિસ્ટમ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારી ઓની કામગીરીમાં બેદરકારી, નિષ્કાળજી, સરકાર પ્રત્યેની નિષ્ઠાનો આભાવ અને નિર્દયી કામગીરી વિશે રજુઆત કરી છે.

રજુઆતમા જણાવ્યુ છે કે અન્ન સુરક્ષા કાયદાની જોગવાઈ અનુસાર લાભાર્થીઓને દર મહિનાની પહેલી તારીખે જથ્થો મળી શકે એ માટે વિભાગ અને નિયામક કચેરી દ્વારા 15 દિવસ એડવાન્સ પરમીટ તથા ચલણ કાઢવાની એટલે કે 45 દિવસની સાયકલ અમલમાં મુકવામાં આવી છે. નિયામક કચેરીની પ્રાથમિક ફરજ છે કે એમને દર મહિનાની 16 તારીખે ઘઉં, ચોખાની ફાળવણી કરી, ચલણ ઓટો જનરેટ કરવા જોઈએ પણ નિયામક કચેરી તરફથી ઘણા સમયથી 45 દિવસની સાયકલ અમલમાં હોવા છતાં ખૂબ જ અનિયમિત ઘઉં, ચોખાની ફાળવણી કરવામાં આવે છે અને પરમીટ કાઢવામાં આવે છે. ત્યારબાદ નિગમ દ્વારા પણ પરમીટ ચલણ બન્યાના દિવસથી જ ઘઉં ચોખાનો જથ્થો ડોર સ્ટેપ ડીલેવરી મારફતે મોકલાવવાનો હોય છે (હાલ મફત ઘઉં, ચોખા આપવાના હોય પેમેન્ટની કોઈ જરૂૂર પડતી નથી) પણ ખાંડ, મીઠુ કે અન્ય જણસીની રાહ જોઈને નિગમ આ કામગીરી શરૂૂ કરતું નથી. જેના પરિણામે 45 દિવસની સાયકલ હોવા છતાં જથ્થો મોડો જ નહી ખુબ જ મોડો પહોંચે છે. કોઈ એક મહિનો નહી, દર મહિને આવી સ્થિતિ હોય છે. નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેન્ડર અને કરારનામાની શરતોને આધીન જે તે એજન્સીને ઈજારા આપવાવામાં આવેલા છે. જેમાં સમયસર કામગીરી ન કરવા બદલ સર્વિસ લેવલ કરારની દંડનીય જોગવાઈ રાખવામાં આવી છે. પરંતુ સમગ્ર રાજ્યમાં આવી જોગવાઈનો અમલ કરવામાં નથી આવતો કે કામગીરી ન કરતા કે કામગીરીમાં વિલંબ કરતા કોઈ એજન્સી ઉપર દંડનાત્મક કાર્યવાહી કરવામાં નથી આવતી. પુ

રવઠા વિભાગ અને નિયામક કચેરીની ફરજ બને છે કે જથ્થાની ફાળવણી થયા પછી દુકાન સુધી જથ્થો નિયમિત પહોંચે અને એ જથ્થો લાભાર્થીઓને પણ સમયસર મળે પરંતુ એજન્સીઝ પર ઓળઘોળ નાગરિક પુરવઠા નિગમ જાહેર વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે પોતાના જથ્થાનુ પરીવહન કરવા માટે પ્રજાના ટેક્સના અઢળક નાણાનો ઉપયોગ કરવા છતાં પુરવઠા નિગમ સમયસર જથ્થો ગરીબો સુધી ન પહોંચાડી શકતું હોય ત્યારે કોન્ટ્રાક્ટર્સ સાથે કુલડીમાં ગોળ ભાંગી લેતા સતાવાળાઓને ક્યાં સુધી છાવરશે સરકાર ? આ બધું જોતા ગુજરાતની પ્રજા માં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે શું પુરવઠા ખાતુ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયુ છે?

રાજ્યના પોણા ચાર કરોડ લાભાર્થીઓને સમયસર અનાજ પહોંચાડવાની જેની નૈતિક અને કાનૂની જવાબદારી છે એ નાગરિક પુરવઠા નિગમ ના અંધેર તંત્ર પાસે સસ્તા અનાજની દુકાનોમાં જથ્થો પહોંચાડવાનું કોઈ સિડ્યુલ જ નથી સરકારે 2013 માં રૂૂટ બનાવીને જ જથ્થો દુકાન સુધી પહોંચે એ માટે સુચના આપી હતી એ બાબતે સચીવ દ્વારા લેખિત સૂચના આપવા છતાં નિગમ કોઈપણ આયોજન કે શેડ્યુલ વગર કામગીરી કરી રહ્યું છે જેનાં પરિણામે જે દુકાનદાર મતમ ની મજૂરી આપવાની નાં કહે કે પુરો વજન મેળવવા નો આગ્રહ રાખે એ દુકાનદાર ને ગોડાઉન મેનેજર અને ડોર સ્ટેપ ઈજારદાર દ્વારા અનિયમિત મોડો જથ્થો, ફાટેલ તુટેલ બેગો આપવી,હુંક નો ઉપયોગ વારંવાર કરી અનાજ વેરી નાખવુ દુકાનમા જથ્થો અવ્યવસ્થિત ગોઠવવો આવી અનેક બાબતે હેરાન કરવામા આવે છે.

ગુજરાત રાજ્યના સસ્તા અનાજના વેપારીભાઈઓને દુકાન ચલાવતી વખતે સહન કરવી પડતી યાતનાઓને વેપારીભાઈઓ દ્રારા ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન સમક્ષ વખતોવખત ઠાલવવામાં આવતી હોય છે. આ યાતનાઓને શબ્દોમાં ઢાળીને સતાવાળા સુધી પહોંચાડવાનો ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા ઉપરોકત પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન સમજે છે કે વેપારીભાઈઓની આ પીડા યથાયોગ્ય છે.

ગુજરાત રાજ્યના વાજબી ભાવના દુકાનદારભાઈઓને આ યાતનામાંથી છુટકારો મળે, રાજ્યની વાજબી ભાવની દુકાનોમાં સમયસર જથ્થો પહોંચે અને રેશનકાર્ડ ઘારકોને નિશ્ચિત સમયમાં જથ્થો મળી રહે એ માટે ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા સમક્ષ રજૂઆત કરી છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *