રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના, દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના મોત નિપજતાં દોડધામ
જુગારની બાતમી આપ્યાની શંકાએ કુખ્યાત શખ્સે દારૂ સાથે ઝેર પાઈ દીધાના આરોપથી ખળભળાટ, ત્રણ શખ્સોની ધરપકડ
રાજકોટના સંત કબીર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીમાં દેશી દારૂૂ પીધા બાદ પ્રૌઢ વયના બે મિત્ર મૃત હાલતમાં મળી આવ્યા હતા. દેશી દારૂૂ પીધા બાદ બંનેનાં મોતથી લઠ્ઠાકાંડની શંકા સેવાઇ રહી છે. જુગારની બાતમી આપ્યાની શંકાએ કુખ્યાત શખ્સે દારૂમાં ઝેરી પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે હાલમાં બૂટેલગર સહિત ત્રણને સકંજામાં લઇ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં આવેલા નવાગામની રંગીલા સોસાયટીમાં રહેતા મનસુખભાઇ રાણછોડભાઇ ડાભી (ઉ.વ.50) અને કનકનગરમાં રહેતા તેના મિત્ર અલ્પેશભાઇ રાઘવજીભાઇ સાબરિયા (ઉ.વ.43) રવિવારે રાત્રે નવેક વાગ્યે ભગીરથ સોસાયટી શેરી નં.10ના ખૂણે બેભાન હાલતમાં મળી આવતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ બંનેના સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ સહિતનો કાફલો દોડી ગયો હતો.
મૃતક મનસુખભાઇ ડાભીના પુત્ર વિનય ડાભીએ આક્ષેપ કર્યો હતો કે, તેના પિતા મનસુખભાઇ અને મિત્ર અલ્પેશભાઇ સાબરિયા દારૂૂનો નશો કરવાની કુટેવ ધરાવતા હતા અને કેટલાક સમયથી ભગત ઉર્ફે જીગલો ગોહેલ સાથે માથાકૂટ ચાલતી હોવાથી જીગલાએ દેશી દારૂૂમાં કોઈ ઝેરી પદાર્થ પીવડાવી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. વિનયે એમપણ કહ્યું હતું કે, દારૂૂ પીધા બાદ તેના પિતા મનસુખભાઈ ડાભી સ્થળ પર જ ઢળી પડ્યા હતા જ્યારે અલ્પેશભાઈ આભરિયા સાત પગલાં ચાલીને પડી ગયા હતા.
ક્રાઈમ બ્રાંચની ટીમે ઘટનાને પગલે ભગત ઉર્ફે જીગલો ગોહેલને ઉઠાવી લીધો હતો, જીગલાએ ઘટના અંગે પોતે અજાણ હોવાનું અને પોતે પોતાની દુકાને જ હાજર હોવાના કેટલાક પુરાવા રજૂ કર્યા હતા. પોલીસે દારૂૂ અંગે તપાસ કરતાં બંને પ્રૌઢે રામલો નામના બુટલેગર પાસેથી દારૂૂ ખરીદ્યાનું ખુલ્યું હતું, પોલીસે રામલાને ઉઠાવી પૂછપરછ કરતાં તેણે કેફિયત આપી હતી કે, મનસુખભાઈ અને અલ્પેશભાઈએ તેની પાસેથી દારૂૂ ખરીદ કર્યો હતો અને પોતાની પાસેથી ખરીદ કરેલો દારૂૂ તે બંનેએ પીધો હતો.
રામલાએ એવી પણ કબૂલાત આપી હતી કે, કુબલિયાપરામાં રહેતા વિનય પાસેથી તેણે 35 લિટર દારૂૂ ખરીદ્યો હતો, અને તે તમામ દારૂૂ એક દિવસમાં વેચી નાખ્યો હતો. જો લઠ્ઠાકાંડ હોય તો રામલા પાસેથી દારૂૂ ખરીદીને પીનાર અન્ય નશાખોરોની હાલત પણ ગંભીર બની શકે. પોલીસે હાલ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે.
ફોરેન્સિક નિષ્ણાતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. હાલ આ ઘટનાએ પોલીસ તંત્રમાં દોડધામ મચાવી દીધી હતી. દારૂૂ પીધા બાદ મૃત્યુ પામનાર મનસુખભાઇ ડાભીના પુત્ર વિનય ડાભીએ આક્ષેપ કર્યો હતો કે, તેના પિતા મનસુખભાઇ અને અલ્પેશભાઇ સાબરિયા મિત્ર છે, અલ્પેશભાઇ કુખ્યાત જીણા ભગતના સાગરીત છે, જીણો ભગત અગાઉ હત્યાની કોશિશ સહિતના ગુનામાં સંડોવાઇ ચૂક્યો છે, જીણો ભગત વર્લી આંકડાનો જુગાર રમાડે છે, ત્રણેક મહિના પહેલા મનસુખભાઇના ઘર પાસે પોલીસ પહોંચી હતી અને જુગાર કોણ રમાડે છે તેમ પૂછતાં મનસુખભાઇએ જીણા ભગતનું નામ આપ્યું હતું જે બાબતનો ખાર રાખી જીણા ભગતે મનસુખભાઇ અને તેના મિત્ર અલ્પેશભાઇ સાબરિયાને દેશી દારૂૂમાં કોઇ ઝેરી પ્રવાહી ભેળવી તે પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હતા, પોલીસે આ દિશામાં પણ તપાસ કેન્દ્રિત કરી છે.
મૃતક પ્રૌઢના મકાન પર કુખ્યાત શખ્સની નજર હોવાથી કૃત્ય કર્યાનો આરોપ
મૃતક પ્રૌઢના પુત્ર વિનય ડાભીએ આક્ષેપ કર્યો હતો કે, જીણો ભગત અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે અને વરલી આંકડાનો જુગાર રમાડે છે અને ત્રણ મહિના પહેલા જીણો ભગત ઝડપાયો હતો. જેથી મનસુખભાઈએ બાતમી આપ્યો નો ખાર રાખી અને મનસુખભાઈના મકાન પર જીણાની નજર હતી. જેથી મનસુખભાઈનું મકાન પચાવી પાડવા દિવસ પહેલાં જ જીણાએ નવું મકાન બનાવોમાં આ મકાન મારે જોઇએ છે તેમ કહી મનસુખભાઇને ધમકી આપી હતી, મકાન તેને નહીં આપતા તે કારણે પણ તેણે મનસુખભાઇને દારૂૂમાં કોઇ ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હતા, વિનય ડાભીના ગંભીર આક્ષેપને પગલે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂૂ કરી હતી.
