ગોંડલમાં સમાધાન માટે આવેલા બે પિતરાઈ પર હુમલો

ગોંડલમાં સમાજ વિરોધી વિડિયો લાયરલ કરવા અંગે થયેલી બોલાચાલીના સમાધાન માટે સુરતના છાયણ ગામના બે પિતરાઈ ભાઈઓને સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતાં. સમાધાન માટે આવેલા…

ગોંડલમાં સમાજ વિરોધી વિડિયો લાયરલ કરવા અંગે થયેલી બોલાચાલીના સમાધાન માટે સુરતના છાયણ ગામના બે પિતરાઈ ભાઈઓને સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતાં. સમાધાન માટે આવેલા બે પિતરાઈ ભાઈઓ ઉપર અજાણ્યા શખ્સોએ ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. સમાધાનમાં નહીં આવેલા વિડિયો વાયરલ કરનાર શખ્સોએ અજાણ્યા લોકો પાસે હુમલો કરાવી હાથ-પગ ભંગાવી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સુરતના છાયણ ગામે રહેતાં દિપક ગોરધનભાઈ ચુડાસમા (ઉ.40) અને ગોપાલ વિનુભાઈ ચુડાસમા (ઉ.40) ગોંડલમાં આવેલ કેશવ હોટલ પાસે ચા પીવા બેઠા હતાં ત્યારે પાંચ થી છ જેટલા અજાણ્યા શખ્સોેએ ધસી આવી ધોકા-પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતાં ગોંડલ પોલીસ મથકના પીએસઆઈ સુભાષભાઈ ડાંગર સહિતનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે હોસ્પિટલના બીછાને સારવાર લઈ રહેલા બન્ને યુવકનું નિવેદન નોંધ્યું હતું.

પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત બન્ને યુવાન દેવીપૂજક સમાજના છે. અમીત ડાભી દેવીપૂજક સમાજની વિરૂધ્ધમાં વિડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતો હતો. જે મુદ્દે દિપકભાઈ ચુડાસમા ઠપકો આપતાં બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીના સમાધાન માટે અમીત ડાભી અને આરતી સોલંકીએ દિપકભાઈને ગોંડલ બોલાવ્યા હતાં. દિપકભાઈ ચુડાસમાને સાવરકુંડલામાં નોંધાયેલા એટ્રોસિટી એકટના ગુનામાં તારીખ હોવાથી સારવારકુંડલા જવાનું હતું. જેથી ગોંડલમાં સમાધાન માટે રોકાયા હતાં. પરંતુ વિડિયો વાયરલ કરનાર દિપક ડાભી કે આરતી સોલંકી આવ્યા ન હતાં. પરંતુ અજાણ્યા શખ્સો ધોકા પાઈપ સાથે ધસી આવી હુમલો કર્યો હતો. સમાજ વિરોધી વિડિયો વાયરલ કરનાર અમીત ડાભી અને આરતી સોલંકી સમાધાન માટે આવ્યા ન હતાં અને અજાણ્યા શખ્સો પાસે હુમલો કરાવી હાથ પગ ભંગાવી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે ગોંડલ પોલીસે હુમલાખોર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *