ગોંડલમાં પતિએ પ્રેમિકા સાથેનો વીડિયો બતાવી રૂપિયાની માંગણી કરી પત્નીને છરીના ઘા ઝીંકી દીધા

હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે ખસેડાઈ ગોંડલમાં આવેલ વોરાકોટડા રોડ પર વિજયનગરમાં રહેતી પરિણીતાને પતિએ પ્રેમિકા સાથેનો વિડિયો બતાવી રૂપિયાની માંગણી કરી હતી. પત્નીએ પરસ્ત્રી…

હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે ખસેડાઈ

ગોંડલમાં આવેલ વોરાકોટડા રોડ પર વિજયનગરમાં રહેતી પરિણીતાને પતિએ પ્રેમિકા સાથેનો વિડિયો બતાવી રૂપિયાની માંગણી કરી હતી. પત્નીએ પરસ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી રૂપિયા આપવાનો ઈન્કાર કરતાં પતિએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં આવેલ વોરાકોટડા રોડ પર વિજયનગરમાં રહેતી વિજુબેન મનીષભાઈ સોલંકી (ઉ.40) નામની પરિણીતા રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતી ત્યારે તેના પતિ મનીષ સોલંકીએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો.

હુમલામાં ઘવાયેલી પરિણીતાનું સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં હુમલાખોર મનીષ સોલંકીને પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ છે જે પરસ્ત્રી સાથેના વિડિયો પત્ની વિજુબેનને બતાવી રૂપિયાની માંગણી કરી હતી. પરસ્ત્રી સાથે આડા સંબંધ હોવાના કારણે પત્નીએ રૂપિયા આપવાની ના પાડતાં પતિએ છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *