હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલ્લી જતા બે બાળકો પટકાયા

તાજેતરમાંજ બાળ મેળા અને ગેમઝોનને સરકાર તરફથી છુટ્ટી આપવામાં આવી છે. આ મુક્તિ પાછળ સુરક્ષા અને સલામતીના અનેક નિયમોનું પાલન કરવા અંગે પણ સરકાર તરફથી…

તાજેતરમાંજ બાળ મેળા અને ગેમઝોનને સરકાર તરફથી છુટ્ટી આપવામાં આવી છે. આ મુક્તિ પાછળ સુરક્ષા અને સલામતીના અનેક નિયમોનું પાલન કરવા અંગે પણ સરકાર તરફથી સખ્ત સુચનાઓ આપવામાં આવી છે. ત્યારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ પણ હજી વડોદરાનું તંત્ર સુધર્યું નથી તેવામાં રોયલ મેળાની ચાલું હેલિકોપ્ટર રાઇડમાંથી નિચે પટકાતા ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહીં છે.

માહિતી અનુસાર, શહેરના અવધૂત ફાટક સામે રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી મોટી સંખ્યામાં શહેરીજનો આ સ્થળની મુલાકાત લઇ રહ્યાં છે. તેવામાં ગત સાંજના સમયે બાળકોને હેલિકોપ્ટર રાઇડમાં બેસાડી માતા-પિતા આનંદ અનુભવી રહ્યાં હતા. તેવામાં અચાનક હેલિકોપ્ટર રાઇડના બે દરવાજા ખુલી જતા બે માસૂમ બાળકો નિચે પટકાયા હોવાનુ સ્થળ પર હાજર વ્યક્તિએ જણાવ્યું છે.

આ ઘટનાને નજરે જોનારે જણાવ્યું કે અચાનક ચાલુ રાઇડમાં દરવાજો ખુલી ગયો અને લોકો બાળકોને બચાવવા બુમા બુમ અને દોડા દોડ કરી રહ્યાં હતા, તેવામાં સ્થળ પર હાજર એક ફાયર મેન જે તેના બાળકને લઇને મેળામાં આવ્યાં હતા તેમણે સમયસુચક્તા વાપરી પ્લગ કાઢી નાખ્યો અને રાઇડ ધીમી પડી હતી. પરંતુ બાળકો ગભરાઇને નિચે પડતા બે બાળકોને નાની મોટી ઇજા પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *