હળવદના કેદારિયા નજીક ટ્રેન અડફેટે બે બાળકોનાં મોત, માતાની હાલત ગંભીર

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વારંવાર ટ્રેન અડફેટે અકસ્માતના બનાવો બનતા ઘણી વખત આપઘાતના બનાવો બનતા હોય છે ત્યારે આજે હળવદ તાલુકાના કેદારીયા થી રણજીતગઢ…

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વારંવાર ટ્રેન અડફેટે અકસ્માતના બનાવો બનતા ઘણી વખત આપઘાતના બનાવો બનતા હોય છે ત્યારે આજે હળવદ તાલુકાના કેદારીયા થી રણજીતગઢ વચ્ચે મજૂરી કામ કરતા પરિવાર ના માતા તેમજ ત્રણ પુત્ર ટ્રેન નો ટ્રેક પસાર કરી રહ્યા હોય ત્યારે માતા પોતાના કાખમાં તેડેલ એક બાળક તેમજ અન્ય બે બાળકો રેલવે ટ્રેક પસાર કરતા હતા તેવામાં ટ્રેન આવી જતા બે બાળકોના ઘટના સ્થળે મોત નીપજયા હતા જ્યારે બાળકને બચાવવા જતાં માતાનો હાથ કપાઈ ગયો હતો.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે કેદારીયા ગામે મજૂરી કરતા પરિવારના કુલ ચાર લોકો વાડીએ જતા હોય તે અરસામાં ટ્રેન આવી જતા પાંચ વર્ષે ગોપી બજાણીયા તેમજ ત્રણ વર્ષીય નિકુલ બજાણીયા નું ટ્રેન અકસ્માતમાં મોત નિપજ્યું હતું , જ્યારે તેની માતા મંગુ બેન બાળકને બચાવવા જતા તેનો હાથ કપાઈ ગયો હતો જેને પ્રાથમિક સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવારની જરૂૂર હોય જેને મોરબી રીફર કરવામાં આવ્યા સાથે એક નાના બાળકનો આબાદ બચાવ થયો હતો બનાવ ની જાણ થતા રેલવે પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે જઈ આગળની તજવીજ હાથ ધરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *