સુરેન્દ્રનગર એલસીબી ટીમ શહેર વિસ્તારમાં હોવા દરમિયાન ગેરકાયદેસર બાયોડિઝલ અંગે બાતમી મળી હતી. આથી રાજકોટ હાઇવે પર ખુલ્લા પ્લોટમાં વાહનમાંથી બાયોડિઝલ સાથે બે શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 1500 લીટર બાયોડીઝલ કિંમત રૂૂ.90000, ઇલેકટ્રીક મોટર 1 કિંમત રૂૂ.5000, લોખંડ ટાંકો કિંમત રૂૂ.5000, યુટીલીટી પીકઅપ કિંમત રૂૂ.2,00,000, ટ્રક કિંમત રૂૂ.500000, કપાસ ગાંસડી કિંમત 16 ટન કિંમત રૂૂ.25,18,697, મોબાઇલ 3 કિંમત રૂૂ.400033,22,697નો મુદામાલ ઝડપી પડાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ સુચના આપી હોવાથી એલસીબી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. રાજકોટ બાયપાસ રોડ પર હોટલની સામે ખુલ્લા પ્લોટમાં તપાસ હાથ ધરાઇ હતી.જ્યાથી વઢવાણ આદેશ્વર પાર્ક સોસાયટી રતનપર ઇશ્વરભાઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ, વઢવાણ શ્રધ્ધા હોટલ સામે મુળચંદ રોડ રામદેવનગરના પ્રવિણભાઇ જીવણભાઇ સોળમીયાને ઝડપી લીધા હતા. તેમની પાસેથી જ્વલન સીલ બાયોડીઝલ સહિત 33,22,697 નો મુદામાલ જપ્ત કરીને જોરાવરનગર પોલીસમથકે ગુનો નોંધાવાયો હતો. આ બાયોડીઝલ અમદાવાદના નારોલ ઉસ્માનભાઇ પાસેથી એક લીટરના 60ના ભાવેથી મંગાવી 70ના ભાવે છુટકમાં વેચાણ કરતા હતા. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ એન.એ.રાયમા, હેડકોન્સટેબલ પ્રવિણભાઇ જોડાયા હતા.