હરિયાણાથી દારૂ ભરી રાજકોટ આવેલી બે કાર ઝડપાઈ

  શહેરમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બે દરોડા પાડી હરિયાણાથી વિદેશી દારૂૂ ભરીને આવેલી કાર સાથે સગીર સહીત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે…

 

શહેરમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બે દરોડા પાડી હરિયાણાથી વિદેશી દારૂૂ ભરીને આવેલી કાર સાથે સગીર સહીત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે કુવાડવા રોડ ક્રિષ્ના વોટર પાર્ક નજીક કારને આંતરી તેના ચોરખાના માંથી રૂૂા.1.17 લાખનો દારૂૂ સાથે સગીર સહિત બે શખ્સની અને પંચનાથ પ્લોટ પાસેથી પણ ચોરખાનામાં છુપાવેલો 95 હજારના દારૂૂ સાથે એક શખ્સને પકડયો હતો. બંને કારમાંથી કુલ રૂૂા. 2.12 લાખનો દારૂૂ મળ્યો હતો. કુલ રૂૂ.12.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ બંને દારૂૂનો જથ્થો હરિયાણાથી ભરાવીને રાજકોટના દેવપરા વિસ્તારમાં બુટલેગરે રાજકોટ મોકલ્યો હોવાનું ખુલ્યું છે. જેની શોધખોળ હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે પડેલા બે અલગ અલગ દોરોડામાં રાજકોટ અમદાવાદ હાઇવે પર ક્રિષ્ના વોટર પાર્ક પાસે જીજે18એએક્સ-5788 નંબરની કાર અટકાવી તલાશી લેતા કારમાં સીટ પાછળના ચોર ખાનામાંથી રૂૂા.1.17 લાખનો 114 બોટલ દારૂૂ સાથે એક સગીર તથા મોરબીના કિશોર દેવાભાઇ સોમાણીને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા કિશોર સોમાણીની પુછતાછમાં હરિયાણાથી બે કાર દારુ ભરી રાજકોટ તરફ રવાના થઇ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે બીજો દરોડો પંચનાથ પ્લોટ-11 પાસે પાડ્યો હતો જેમાં ટોયોટા ઇટીયોસ કાર જીજે01ડીટી-9877 આંતરી તલાસી લેતાં તેના ચોરખાનામાંથી રૂૂ.97 હજારની 71 બોટલ દારૂૂ મળી આવ્યો હતો. જેમાં ચાલક મોટી ટાંકી ચોક, ગવલીવાડ-6 માં રહેતા અતુલ નરસીભાઇ પરમારની ધરપકડ કરી દારૂૂ, કાર, મોબાઇલ ફોન મળી રૂૂા. 5,99,901નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. ઝડપાયેલા અતુલ પરમાર અને કિશોર સોમાણીએ પ્રાથમિક પુછતાછમાં કબુલ્યું હતું કે કોઠારીયા રોડ દેવપરામાં રહેતો ઉત્સવ નામના બુટલેગરે કિશોર અને અતુલને હરિયાણા લઇ ગયો હતો.

ત્યાંથી આ બન્ને કારમાં દારૂૂનો જથ્થો સીટ પાછળના ચોરખાનાઓમાં ભરીને બન્ને કાર રાજકોટ મોકલી હતી અને પોતે બસમાં બેસીને રાજકોટ તરફ આવવા રવાના થયો હતો આ મામલે ઉત્સવની શોધખોળ શરૂૂ કરી છે.પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, હેડકોન્સ. સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. રણજીતસિંહ જાડેજા, રમેશભાઇ માલકીયા, તુલસીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા, કોશિકભાઇ ગઢવીની ટીમે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *