જસદણના શિક્ષકના રૂા.4.50 લાખ ઉપાડી લઈ બે ભાઈઓએ ધમકી આપી

જસદણ તાલુકાના લીલાપુર ગામે ફરજ બજાવતા અને રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર રહેતા એક શિક્ષકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તેના મિત્રએ રૂૂ.4.50 લાખ રૂૂપિયા ઉપાડી લીધા…

જસદણ તાલુકાના લીલાપુર ગામે ફરજ બજાવતા અને રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર રહેતા એક શિક્ષકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તેના મિત્રએ રૂૂ.4.50 લાખ રૂૂપિયા ઉપાડી લીધા બાદ, તે રકમ પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ભોગ બનનાર શિક્ષકે જસદણ પોલીસ મથકમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મૂળ રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ પર તિરુપતિ-4 માં રહેતા અને હાલ જસદણના લીલાપુર ગામે ક્ધયા તાલુકા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિપકભાઈ રમેશભાઈ ગોહિલે આ ફરિયાદ નોંધાવી છે. દિપકભાઈ અગાઉ જ્યારે જસદણના મોતી ચોક વિસ્તારમાં રહેતા હતા, ત્યારે તેમની મુલાકાત ભાવેશ વિનુભાઈ ટાઢાણી સાથે થઈ હતી અને તેમની વચ્ચે મિત્રતા બંધાઈ હતી. આશરે બે વર્ષ પહેલાં, મિત્રતાના નાતે દિપકભાઈએ પોતાનું ક્રેડિટ કાર્ડ ભાવેશને વાપરવા માટે આપ્યું હતું. આરોપી ભાવેશ વિનુભાઈ ટાઢાણી અને તેના ભાઈ ધર્મેશ (રહે. બંને જસદણ) એ આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી અંદાજે રૂૂ. 4.50 લાખ જેટલી રકમ ઉપાડી લીધી હતી. જ્યારે ક્રેડિટ કાર્ડનું બિલ ભરવાનો સમય આવ્યો ત્યારે દિપકભાઈએ ભાવેશ પાસે નાણાંની માંગણી કરી હતી. આરોપીએ શરૂૂઆતમાં વાયદાઓ કર્યા હતા અને માત્ર રૂૂ. 15,000નો એક હપ્તો જમા કરાવ્યો હતો.

પરંતુ બાકીની મોટી રકમ ચૂકવવામાં આનાકાની કરી હતી. થોડા દિવસો પહેલા જ્યારે દિપકભાઈ જસદણમાં આ બંને ભાઈઓને મળ્યા અને પોતાના બાકી નીકળતા નાણાંની ઉઘરાણી કરી, ત્યારે મામલો બિચક્યો હતો. આરોપીઓએ નાણાં પરત આપવાને બદલે દિપકભાઈનો હાથ મરોડી નાખ્યો હતો અને અપશબ્દો બોલી ધમકી આપી હતી કે, “રૂૂપિયા નથી ભરવાના, હવે પછી અહીં દેખાયો તો પાછો ઘરે જીવતો જઈશ નહીં”. આ ધમકીથી ગભરાઈ ગયેલા શિક્ષકે અંતે કાયદાનો આશરો લીધો હતો. જસદણ પોલીસે દિપકભાઈની ફરિયાદના આધારે ભાવેશ ટાઢાણી અને ધર્મેશ ટાઢાણી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *