વધુ 10 બેઠકો બિનહરીફ મળે તેવી શકયતાઓ: ખરૂ ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થશે
ગોંડલ નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તા.15 છે.પરંતુ એ પહેલા ચુંટણીમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો હોય તેમ ભાજપને 12 બેઠકો બીનહરીફ મળે તેવી શક્યતાઓ સર્જાઇ છે. વોર્ડ નંબર 7 માં કોંગ્રેસ દ્વારા કોઈ મહીલા ઉમેદવાર ઉભા રખાયા ના હોય ભાજપ નાં બે મહીલા ઉમેદવાર મનિષાબેન ગોવાણી તથા પાયલબેન પીપળીયા બીનહરીફ બન્યા છે.જ્યારે વોર્ડ નં-1 બક્ષીપંચ સીટ પર ભાજપ નાં ગૌતમભાઇ સિંધવ બીનહરીફ થયા છે.વોર્ડ નંબર 2 માં ભાજપ નાં હર્ષદભાઈ વાઘેલા બીનહરીફ થયાછે.અલબત્ત ફોર્મ પરત ખેંચવાની તા.15 નાં આ અંગે સતાવાર જાહેરાત થશે.
વોર્ડ નંબર 9 માં મિતલબેન નિમાવત (ધાનાણી) બીનહરીફ થયા બાદ પેનલ તથા વોર્ડ નંબર 11 માં ભાજપ ની આખી પેનલ બીનહરીફ થાય તેવી શક્યતાઓ છે.આજે ફોર્મ ચકાસણી નાં દિવસે ઉપરોક્ત વોર્ડ નાં કોંગ્રેસ નાં ઉમેદવારો નાં ફોર્મ ટેકેદાર કે દરખાસ્ત કરનાર ખસી જવાથી રદ થાય તેવી હાલત સર્જાતા ભાજપ ને સિધો લાભ થયો છે. શારદાબેન રાખોલીયા નામના વૃધ્ધા એ પોતાનુ નામ વોર્ડ નંબર 11 નાં કોંગ્રેસ નાં ઉમેદવાર નાં ઉમેદવારી ફોર્મ માં ખોટી રીતે ટેકેદાર માં લખાયાની ફરિયાદ સાથે પ્રાંત કચેરીએ સોગંદનામુ રજુ કર્યુ હતું. આવી રીતે ખોટી રીતે ટેકેદાર કે દરખાસ્ત માં નામ લખાયાની બુમો ઉઠવા પામી હતી.
