બોટાદમાં દારૂના ગુનાના આરોપીના મોત મામલે બે એએસઆઇ સસ્પેન્ડ

બોટાદમાં પ્રોહિબિશન કેસના આરોપીના મોત મામલે જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં ASI જયરાજ ખાચર અને ASI…

બોટાદમાં પ્રોહિબિશન કેસના આરોપીના મોત મામલે જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં ASI જયરાજ ખાચર અને ASI અસ્મિતા ઝાપડીયાનો સમાવેશ થાય છે.

31 ઓગસ્ટના રોજ દારૂૂના કેસમાં પકડાયેલા આરોપી ભરતભાઈ બચુભાઈ ગોહિલની તબિયત અચાનક લથડી હતી. તેમને બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં બંને ASI ની કામગીરીમાં ક્ષતિઓ જોવા મળી હતી. આ કારણે એસપીએ ફરજમાં બેદરકારી બદલ બંને કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *