મોટા દડવાના બે બૂટલેગરોએ દારૂનો જથ્થો મગાવી કટિંગ કરી જતા હતા ત્યારે પોલીસ ત્રાટકી
જસદણ પાસે વિછીયા નજીક પોલીસે દરોડો પાડી રૂૂ.2.66 લાખનો વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી આ દારૂૂનો જથ્થો મોટા દડવાના બે બુટલેગરોએ દારૂૂનો જથ્થો મંગાવી કટિંગ કરી જતા હતા ત્યારે પોલીસ ત્રાટકી હતી પોલીસે આ મામલે બુટલેગર સહિત ચારની શોધખોળ શરૂૂ કરી છે. પોલીસે રૂૂ.5.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી વિગતો મુજબ જસદણ પોલીસને મળેલી બાતમીના આધારે પાસે વિછીયા રોડ નજીક પોલીસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન જીજે 10 એ એમ 5351 નંબરની અમેઝ કાર શંકાસ્પદ રીતે નીકળતા, પોલીસે તેણે અટકાવી હતી. આ કારમાંથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂૂની રૂૂ.2.66 લાખની 392 બોટલ વિદેશી દારૂૂ મળી આવ્યો હતો.કાર સાથે જસદણ પોલીસે મોટાદડવાના ધર્મેન્દ્ર ઉફે ધમો વલકુભાઈ ખાચર,અક્ષય અનુભાઈ મીઠાપરાની ધરપકડ કરી હતી. પોલીસે દારૂૂ સહીત રૂૂ.5.47 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.પુછપરછમાં જાણવા મળ્યું કે, ધર્મેન્દ્ર અને અક્ષય આ દર નો જથ્થો વિછીયાના ખારચિયા ગામના પ્રતાપભાઈ વસ્તુભાઈ ખાચરે ભરી આપ્યો હતો અને આ જથ્થો મોટાદડવાના બુટલેગર આશિષ વાળા અને દીવુ ગરાસીયાને આપવાનો હતો. આ દારૂૂમાં ખારચિયાના વિજય ખાચર નું નામ પણ ખુલ્યું હોય પોલીસે ચારની શોધખોળ શરૂૂ કરી છે. જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી જસદણ પોલીસ મથકના પી.આઈ ટી.બી.જાની સહીતના સ્ટાફે કામગીરી કરી હતી.