ધોરાજીના પરબડી ગામે 20 હજારના એલ્યુમિનિયમની ચોરીમાં બે ઝડપાયા

ધોરાજી અને ઝાલણસરના શખ્સ પાસેથી 45 હજારનો મુદ્દામાલ કબજે ધોરાજીના મોટી પરબડી ગામના નિલેશભાઈ મનસુખભાઈ ગજેરા ની વાડીએથી આશરે 300-મીટર જેટલો એલ્યુમીનીયમનો 55 જઘખખ ની…

ધોરાજી અને ઝાલણસરના શખ્સ પાસેથી 45 હજારનો મુદ્દામાલ કબજે

ધોરાજીના મોટી પરબડી ગામના નિલેશભાઈ મનસુખભાઈ ગજેરા ની વાડીએથી આશરે 300-મીટર જેટલો એલ્યુમીનીયમનો 55 જઘખખ ની સાઇઝનો વીજતાર જેની આશરે કિંમત રૂૂપીયા 20,000/- નો કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જે બાબતે ધોરાજી તાલુકા પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ ચોરીનો ભેદ ધોરાજી પોલીસે ઉકેલી નાખી બે શખ્સોને ઝડપી લીધા હતાં.

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા જીલ્લામાં બનતા મિલકત સબંધી ગુના ડીટેક્ટ કરી આરોપીઓને પકડી પાડી માર્ગદર્શન આપેલ હોય તથા મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારવાજ સીધા માર્ગદર્શન હેઠળ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પો.આઈ.જે.પી.ગોસાઇ તથા સર્વેલન્સ સ્ટાફના દિવ્યરાજસિંહ પઢીયાર તથા જગદિશભાઈ સુવાણ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન હ્યુમન સોર્સના આધારે ચોકકસ તથા ભરોષા પાત્ર હકીકતના આધારે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન નોંધાયેલ ચોરીના બનાવ અંગે અસ્લમશા સબ્બીરભાઇ શેખ રહે.મોટી પરબડી ગામ કાસમશા પીરની ધાર તા.ધોરાજી અને એલ્યુમીનીયમનો વીજતાર કિ.રૂૂ.20,000, તેમજ રીક્ષા મળી કુલ 45 હજારનો મુદ્દામાલ કબજે કર્યા હતાં. ધોરાજી પોલીસ મજાકના પીઆઈ જે.પી.ગોસાઈ, દિવ્યરાજસિંહ પઢીયાર, જગદિશભાઈ સુવાણ, વાધાભાઇ મોરી, કાળુભાઈ મનુભાઈ એ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *