ધોરાજીના ઉમરકોટ ગામે સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

કલેકટર પ્રભવ જોશીના આદેશથી ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના સરકારી ખરાબાના સર્વે નંબર 10 પૈકી 1 કે જે જમીન જંગલ ખાતાને ભાદર -2માં જંગલખાતાની જમીન સંપાદન…

કલેકટર પ્રભવ જોશીના આદેશથી ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના સરકારી ખરાબાના સર્વે નંબર 10 પૈકી 1 કે જે જમીન જંગલ ખાતાને ભાદર -2માં જંગલખાતાની જમીન સંપાદન કરવામાં આવેલ તેની જગ્યાએ ફાળવવામાં આવેલ છે તે જમીનમાં 150 ચો.મી.ના 4 ગોડાઉનનું દબાણ દૂર કરવામાં આવેલ છે. જેની બજાર કિંમત અંદાજીત રૂા.10,00,000 જણાઈ છે. પ્રાંત અધિકારીશ્રી ધોરાજી, મામલતદાર ધોરાજી તથા મામલતદાર ઓફિસ સ્ટાફ તથા પોલીસ બંદોબસ્ત સાથે 150 ચો. મી. જમીન પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ બાકી રહેલ જમીન પર થયેલ દબાણ બાબતે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દબાણ દૂર કરવાની કામગીરી આગામી સમયમાં દૂર કરવામાં આવશે તેમ પ્રાંત અધિકારી ધોરાજીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *