વાંકાનેરના રાતીદેવળી ગામ નજીકથી આઇસરમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર આવેલ રાતીદેવરી ગામ પાસે મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસે સંગમ વોટરપાર્ક…

વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર આવેલ રાતીદેવરી ગામ પાસે મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસે સંગમ વોટરપાર્ક સામે રોડ પરથી પસાર થતા એક આઇસર વાહનને રોકી તલાસી લેતા આઇસરમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂૂની હેરાફેરીનો ખુલાસો થતાં, પોલીસે 4944 નંગ વિદેશી દારૂૂના ચપલા સહિત રૂૂ. 22.28 લાખનાં મુદ્દામાલ સાથે બે ઇસમોને સ્થળ પરથી ઝડપી લીધા છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાદ મહિનાના આધારે વાકાનેરના જડેશ્વર રોડ પર આવેલ રાતીદેવરી ગામ નજીક સંગમ વોટરપાર્ક એન્ડ રેસ્ટોરન્ટ સામે રોડ પરથી પસાર થતા બંધ બોડીના આઇસર વાહન નં. ૠઉં 03 ઇઢ 1451 ને રોકી તલાસી લેતા આઇસરમાં પાછળના ભાગે પુઠાના બોક્સની આડમાં ડ્રાઇવર કેબિન પાછળ આઇસરની બોડીમાં ચોરખાનું બનાવી છુપાવી લઇ જતા વિદેશી દારૂૂના 180 મીલીના 4944 નંગ ચપલાનો જથ્થો મળી આવ્યો હતો.

જેથી પોલીસે આ બનાવમાં મધ્યપ્રદેશથી ગુજરાતમાં વિદેશી દારૂૂનો જથ્થો ઘુસાડવાના ગુનામાં સ્થળ પરથી આરોપી 1). સબ્બીર ઉર્ફે સબ્બો કાસમભાઈ જામ અને 2). સોયબ ઉમરભાઈ જામ (ઉ.વ. 40, રહે. બંને ધ્રાંગધ્રા)ને વિદેશી દારૂૂ, આઇસર, મોબાઇલ સહિત કુલ રૂૂ. 22,28,078 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી લીધા હતા. જ્યારે બંને આરોપીની પ્રાથમિક પૂછપરછમાં અન્ય આરોપી મેહુલભાઈ ગોવિંદભાઈ સાબરીયા (રહે. થાનગઢ) નું નામ ખુલતા ત્રણેય ઇસમો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *