જામકંડોરણામાં વેપારીને દુકાનમાં સીસીટીવી કાઢી હુમલો કરનાર બે શખ્સોની ધરપકડ

જામકંડોરણામાં વેપારીની દુકાન ઘુસી સીસીટીવી કેમેરા કાઢી લઈ હુમલો કરી મોટર સાઈકલ ઉઠાવી જનાર બે શખ્સોને પોલીસે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. મળતી વિગતો…

જામકંડોરણામાં વેપારીની દુકાન ઘુસી સીસીટીવી કેમેરા કાઢી લઈ હુમલો કરી મોટર સાઈકલ ઉઠાવી જનાર બે શખ્સોને પોલીસે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

મળતી વિગતો મુજબ, જામકંડોરણાના ગત તા.6-5નાં રોજ ગેબી ચીકન નામની દુકાને વેપારનો હિસાબ લેવા ગયેલા વેપારીને જામકંડોરણાના સાહીલ રફીક ચુડાસમા અને ઉપલેટાના વિશાલ અરવિંદ ગોહિલે માર માર્યો હતો. પૂર્વઆયોજિત કાવતરું રચી દુકાને બોલાવી સીસીટીવી કેમેરા કાઢી નાખી હિસાબ લેવા ગયેલા વેપારીને મારમારી રફીક અને વિશાલ બન્ને વેપારીનું મોટર સાઈકલ નં.જીજે.3.એલ.એન.3554 લઈને ભાગી ગયા હતાં. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જામકંડોરણાના પીઆઈ એમ.જી.ચૌહાણ અને એલસીબીના પીઆઈ વી.વી.આડેદરાની ટીમે સાહીલ અને વિશાલ બન્નેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *