એપાર્ટમેન્ટના બે પ્રમુખે ફ્લેટધારક ઉપર હુમલો કરી માર માર્યો

કાલાવડ રોડ પર રૂડા સરકાર આવાસ પરીશ્રમ એપાર્ટમેન્ટમાં ગેઇટનું કામ ચાલુ હોવાથી અહી કાર લઇને કેમ આવ્યો તેમ કહી ફલેટ ધારક યુવાનને બે પ્રમુખે માર…

કાલાવડ રોડ પર રૂડા સરકાર આવાસ પરીશ્રમ એપાર્ટમેન્ટમાં ગેઇટનું કામ ચાલુ હોવાથી અહી કાર લઇને કેમ આવ્યો તેમ કહી ફલેટ ધારક યુવાનને બે પ્રમુખે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર રૂડા આવાસ પરીશ્રમ એપાર્ટમેન્ટમાં રહેતા વિજયભાઇ હીરાદાસ ગોંડલીયા (ઉ.વ.37) પોતાના ઘર પાસે હતો ત્યારે પરીશ્રમ એપાર્ટમેન્ટના પ્રમુખ રાકેશભાઇ અને નીલેશભાઇ મહેતાએ ઝઘડો કરી માર માર્યો હતોે. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં વિજયભાઇ ગોંડલિયા અને તેમના પત્ની પોતાની કાર લઇ એપાર્ટમેન્ટ ખાતે આવ્યા હતા. ત્યારે ગેઇટનુ કામ ચાલુ હતુ જેથી હુમલા ખોર બન્ને શખ્સોએ કામ ચાલુ છે તો પણ તુ કાર ગેઇટ બાજુ કેમ લઇ જાશ તેમ કહી માર માર્યો હોવાની યુનિ.પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *