રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 27 સપ્ટેમ્બર ઓપન ચેસ ટૂનાર્મેન્ટનું આયોજન

બાળકો અને યુવાનોમાં બૌદ્ધિક વિકાસ થાય અને ચેસની રમત પ્રત્યે તેમની પ્રતિભાને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા એક ભવ્ય ’ઓપન રાજકોટ…

બાળકો અને યુવાનોમાં બૌદ્ધિક વિકાસ થાય અને ચેસની રમત પ્રત્યે તેમની પ્રતિભાને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા એક ભવ્ય ’ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેસ ટુર્નામેન્ટ 27 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ સવારે 8:00 કલાકે શહેરના કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાવા જઈ રહી છે.

આ સ્પર્ધામાં મુખ્યત્વે બે વયજૂથના બાળકો અને યુવાનો ભાગ લઈ શકશે, જેમાં 03 થી 11 વર્ષ (U-11) અને 11 થી 16 વર્ષ (U-16) કેટેગરીનો સમાવેશ થાય છે. જે ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેમણે 11 સપ્ટેમ્બર 2026 થી 19 સપ્ટેમ્બર 2026 સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો સમય સવારે 10:30 થી સાંજે 6:00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે અને તેના માટે રૂૂ. 50 ની રિફન્ડેબલ ફી નક્કી કરવામાં આવી છે.

સ્પર્ધકોની અનુકૂળતા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ 4 સ્થળોએ રજીસ્ટ્રેશન ફોર્મ મેળવવા અને જમા કરાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સ્થળોમાં રેસકોર્ષ સંકુલ ખાતેનું વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ, કોઠારીયા રોડ પર આવેલ સરદાર પટેલ સ્નાનાગાર, મવડી ખાતેનું અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને ગેસફોર્ડ ટોકિઝની સામે આવેલી ગેસફોર્ડ ચેસ ક્લબનો સમાવેશ થાય છે.

ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે આકર્ષક ઈનામોની પણ જાહેરાત કરવામાં આવી છે. ઞ-11 અને ઞ-16 બંને કેટેગરીમાં પ્રથમ પાંચ ક્રમાંક મેળવનાર વિજેતાઓને રોકડ પુરસ્કાર અને શિલ્ડ એનાયત કરાશે. જેમાં પ્રથમ ક્રમે આવનારને રૂૂ. 3,100, દ્વિતીય ક્રમે રૂૂ. 2,500, તૃતીય ક્રમે રૂૂ. 2,100, ચતુર્થ ક્રમે રૂૂ. 1,500 અને પાંચમા ક્રમે આવનારને રૂૂ. 1,100 નો રોકડ પુરસ્કાર શિલ્ડ સાથે આપવામાં આવશે. આ ઉપરાંત, સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીને મહાનગરપાલિકા તરફથી પ્રમાણપત્ર અપાશે. ટુર્નામેન્ટ દરમિયાન તમામ સ્પર્ધકો માટે સવારના નાસ્તા અને બપોરના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *