હળદવદમા યુવકની હત્યાના કેસમા બે આરોપીઓને આજીવન કેદની સજા

હળવદમાં પુત્રી ભગાડી જવાના નિષ્ફળ પ્રયાસ બાદ મહિલાના પતિને મારી નાખવાના ઈરાદે બે ઇસમોએ ઘરે આવી મરચું પાવડર ઉડાડી ગાળો આપી છરીથી પતિને ગંભીર ઈજા…

હળવદમાં પુત્રી ભગાડી જવાના નિષ્ફળ પ્રયાસ બાદ મહિલાના પતિને મારી નાખવાના ઈરાદે બે ઇસમોએ ઘરે આવી મરચું પાવડર ઉડાડી ગાળો આપી છરીથી પતિને ગંભીર ઈજા કરી તેમજ છોડાવવા વચ્ચે પડેલા 30 વર્ષીય યુવાનું મોત થયું હતું જે હત્યાનો કેસ કોર્ટમાં ચાલી જતા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા અને રૂૂ 35,000 દંડ ફટકાર્યો છે.

હળવદ પોલીસ મથકમાં ફરિયાદી રંજનબેન લક્ષ્મણભાઈ મોરવાડિયાએ આરોપીઓ રાજેશ ઉર્ફે મુન્નો મનજી પટેલ અને સુધીર પંકજ વાઘેલા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી કે આરોપી રાજેશ પટેલે ફરિયાદીની દીકરી કાજલબેન અગાઉ ભગાડી જવા પ્રયત્ન કરતા જેમાં ફળીભૂત નહિ થતા તે મનદુ:ખ રાખી બંને ઈસમો ઘરે આવી ફરિયાદી રંજનબેન અને પતિ લક્ષ્મણભાઈ મગનભાઈ મોરવાડિયાને મરચું પાવડર ઉડાડી ગાળો આપી છરીથી ફરિયાદીના પતિને ગંભીર ઈજા કરી હતી અને ભરતભાઈ મગનભાઈ મોરવાડિયા (ઉ.વ.30) વાળા વચ્ચે છોડાવવા પડતા જીવલેણ ઈજા કરી હતી.

અને મોત નીપજાવી તેમજ લક્ષ્મણભાઈને ઈજા કરી નાસી ગયા હતા
પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી હત્યાનો કેસ મોરબી પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ પી વી શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ કોર્ટમાં રજુ કરેલ દસ્તાવેજી પુરાવાઓને અને દલીલોને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપી રાજેશ ઉર્ફે મુન્નો મનજી પટેલ અને સુધીર પંકજ વાઘેલાને કસુરવાન ઠેરવ્યા હતા આઈપીસી કલમ 302 મુજબના ગુનામાં બંનેને આજીવન કારાવાસ અને રૂૂ 25-25 હજાર દંડ તેમજ કલમ 324 અને 120 બીમાં 2 વર્ષની સજા અને રૂૂ 5000 દંડ તેમજ કલમ 452 હેઠળ બે વર્ષની સજા અને રૂૂ 5000 દંડ એમ બંનેને આજીવન કેદની સજા અને રૂૂ 35-35 હજારનો દંડ ફટકાર્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *