જામજોધપુરમાં ચાર ચોરાઉ બાઇક સાથે બે આરોપી ઝડપાયા: બે ફરાર

જામજોધપુર પંથકમાંથી એક બાઈકની ઉઠાંતરી થવા પામી હતી. જે અંગે સ્થાનિક પોલીસે તપાસ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓની પૂછપરછમાં તેમના અન્ય બે…

જામજોધપુર પંથકમાંથી એક બાઈકની ઉઠાંતરી થવા પામી હતી. જે અંગે સ્થાનિક પોલીસે તપાસ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓની પૂછપરછમાં તેમના અન્ય બે સાગરિત સાથે મળીને બાઈક ચોરી, લૂંટ, ધાડ, અપહરણ, દારૂૂ સહિતના અસંખ્ય ગુન્હા આચરવામાં આવ્યા હોવાનું ખૂલવા પામ્યું હતું. પોલીસે આ બંને આરોપી પાસે થી કુલ ચાર ચોરાઉ મોટરસાયકલ કબજે કર્યા છે. જ્યારે અન્ય બે આરોપી ની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે.

તાજેતરમાં જામજોધપુર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી અંગે ગુન્હો નોંધાયો હતો. જેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. દરમિયાન સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે ગઈકાલે વિજય ઉર્ફે ડીગ્રી કાનજીભાઈ સાડમીયા (રહે. ખારસીયા, તા. ગોંડલ) અને રામકુ ઉર્ફે રામકો કાળુભાઈ વાઘેલા (રહે. સનારી, જિ. અમરેલી)ને ઝડપી પાડયા હતા અને તેના કબજામાંથી ચોરાઉ મોટરસાયકલ જપ્ત કર્યું હતું. આ બંનેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેમણે મોરબી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર જિલ્લામાં બાઈક ચોરી, લૂંટ-ધાડ, અપહરણ અને દારૂૂના ગુન્હા પોતા ના સાગ્રીતો સહિ આચર્યા હોવાનું ખૂલવા પામ્યું હતું.

આ શખ્સો એ કુલ ચાર મોટરસાયકલ ચોરી કરીને જાળી-ઝાખરા તથા પાણીના વોકળામાંથી છૂપાવ્યા હોવાનું જણાવતા કુલ રૂૂ.1 લાખ 15 હજારની કિંમતના ચાર મોટરસાયકલ પોલીસે કબજે લીધ હતા.

આ બંને આરોપીઓની પૂછપરછમાં અક્ષય ઉર્ફે બુઢીયો ઉર્ફે કાજુ કાળુભાઈ વાઘેલા (રહે. સનાળી, જિ. અમરેલી) અને રોહિત કવુભાઈ જખાણીયા (રહે. ઢેઢુકી, તા. ચોટીલા)ને નામ ખૂલવા પામ્યા હતા. આ બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.
પોલીસના હાથે પકડાયેલા આરોપીઓમાં રામકુ વાઘેલા સામે છ ગુન્હા અને વિજય ઉર્ફે ડીગ્રી સાડમીયા સામે બે ગુન્હા નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ફરાર રહેલા બે આરોપીમાં અક્ષય ઉર્ફે બુધીયો સામે ચાર અને રોહિત જખાણીયા સામે સાત ગુન્હા સૌરાષ્ટ્રના જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *