ચોટીલામાં થયેલી લૂંટમાં બે આરોપી ઝડપાયા, ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતાં લૂંટ કરી હતી

આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રક ચાલકને છરી બતાવી લૂંટ કરવાના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાઈ ગયો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની…

આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રક ચાલકને છરી બતાવી લૂંટ કરવાના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાઈ ગયો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી લૂંટમાં ગયેલી રોકડ રકમ સહિત કુલ રૂા.85,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઓનલાઇન ગેમિંગમાં રૂૂપિયા હારી જતા આ બન્ને એ લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ અલગ-અલગ ટીમો બનાવી હતી. આ ટીમોએ આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા લૂંટના અનડિટેક્ટેડ ગુનાને ઉકેલવા માટે ખાસ પ્રયાસો કર્યા હતા. સ્ટાફના પો.હેડ કોન્સ. દેવરાજ જોગરાજીયા, પો.કોન્સ. વજા સાનીયા અને પો.કોન્સ. મહેન્દ્ર દાદરેસાને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા મળેલી સંયુક્ત બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં જસદણ, રાજકોટના યાજ્ઞીક બાબુ સાકરીયા અને વિશાલ જગા ગરીયાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા રૂા.45,000 રોકડા, ગુનામાં ઉપયોગમાં લેવાયેલી એક છરી, રૂા.10,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને રૂૂ. 30,000ની કિંમતનું મોટરસાયકલ જપ્ત કર્યું છે. આમ, કુલ રૂૂ. 85,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ અને જપ્ત કરાયેલો મુદ્દામાલ વધુ કાયદેસરની કાર્યવાહી માટે આણંદપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર એક લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં ટ્રક ચાલકને આરોપીઓ દ્વારા લૂંટી લેવામાં આવ્યો હતો. જે અંગેની સૂચના મળતા એલસીબી પીઆઇ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી બંને આરોપીઓને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. આરોપી યાજ્ઞિક બાબુ સાકરીયા અને વિશાલ જગા ગરીયાને ઝડપી લીધા હતા. આ પકડાયેલા બંને આરોપીઓ ઓનલાઇન ગેમિંગમાં રૂૂપિયા હારી જતા ટ્રક ચાલકને લૂંટવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.આરોપી વિશાલ જગા ગરીયા વેફર્સની કંપનીમાં કામ કરતો હોઈ એના ટ્રક ચાલક પાસેના પૈસા અને મુવમેન્ટના આધારે પ્લાન કરી ટ્રકનો પીછો કરી ટ્રક ચાલકને છરી બતાવી લૂંટના બનાવને અંજામ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *