જામનગરના અતિ ચકચાર જનક એડવોકેટ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં સંડોવાયેલા બે આરોપીઓ કે જે ચાલુ કેસ દરમિયાન 7 વર્ષ બાદ પોતે સંડોવાયેલા નથી, તેવી ખોટી અરજી કરી હતી. તેમજ આ પ્રકરણના ત્રણ સાક્ષીઓ કે જેઓ પણ અદાલત સમક્ષ ફરી ગયા હોવાથી અદાલતે પાંચેય સામે કડક વલણ દાખવ્યું છે, અને અદાલતનો સમય બરબાદ કરી નાખવા માટે પ્રત્યેક ને એક એક લાખ રૂૂપિયા નો દંડ ફટકાર્યો છે.સને-2018 ના વર્ષમા જામનગરમાં ટાઉન હોલ પાસે એડવોકેટ શ્રી કિરીટભાઈ જોષી ની અજાણ્યા ઈસમોએ છરીના આડેધડ ઘા મારી ગંભીર ઇજા કરી હત્યા નિપજાવી હતી.જે કેસમા મૃતકના નાના ભાઈ એડવોકેટ અશોકભાઇ જોષી એ જયસુખ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ (રહે.જામનગર) તેમજ અજાણ્યા ઇસમો વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
રાજકોટ વિભાગના આઈ.જી. અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ના માર્ગદર્શન હેઠળ આ ગુનાના તપાસ જામનગર ગ્રામ્યના ડીવાયએસપી આર.બી.દેવઘા ચલાવી રહયા છે.તેમજ જામનગર એલ.સી.બી. પોલીસ ઇન્સ વી.એમ.લગારીયા તપાસનીસ અધિકારીની સાથે તપાસ ટીમમાં મદદમા રહયા છે.
આ કેસમા આરોપીઓ (1) સાયમન લુઇસ દેવીનાદન (મહારાષ્ટ્ર) (2) અજયપાલસિંહ ઉર્ફે બોબી ઉમેદસિંહ પવાર રહે. અમદાવાદ વાળાએ તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટમાં કેસમાથી છુટવા માટે ક્રોસીંગ અરજી દાખલ કરી છે.
જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવલોકન કરાયું હતું કે, આ કેસમા આરોપ ઘડવામા આવેલો છે, તેમજ સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યો છે,જેથી સદરહુ અરજી ધ્યાને લઇ શકાય નહી,કેસ ચાલવામા અવરોધ પેદા થાય, તે માટે 7 વર્ષ પછી વ્યર્થ અરજી દાખલ કરેલ હોવાની ટીપ્પણી કરી, બન્ને આરોપીઓને 1-1 લાખ રૂૂપીયા નો દંડનો ભરવા અંગે ગુજરાત હાઇકોર્ટ તરફથી હુકમ કરવામા આવ્યો છે.આ કેસમા તપાનીસ અધિકારીએ સાહેદોના નિવેદનો લઇ સાહેદ તરીકે દર્શાવેલાં હતા,જે ત્રણ સાહેદો (1) કમલેશ ગોવિદભાઈ પટેલ (2) દિનેશભાઈ જેન્તીભાઇ સૌઢા (3) સતીષભાઇ નંદકિશોર શાહ (રહે-અમદાવાદ) વગેરેએ ગુજરાત હાઇકોર્ટમાં 7 વર્ષ ના સમયગાળા બાદ અરજી કરી જણાવેલું કે, તેઓએ તપાનીસ અધિકારી સમક્ષ કોઇ નિવેદન લખાવેલું નથી, તેઓના નામ સાહેદમાથી નિવેદન દુર કરવાની અરજી દાખલ કરવામાં આવી હતી.જે સાહેદોની અરજી અનુસંધાને ગુજરાત હાઇકોર્ટએ ટીપ્પણી કરી જણાવેલું કે, સાહેદોએ ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવો જોઇતો હતો, અને આવી વ્યર્થ અરજી દાખલ કરેલી હોય, જેથી ત્રણેય સાહેદોને 1-1 લાખ રૂૂપીયા નો દંડ ભરવા અંગે ગુજરાત હાઇકોર્ટતરફથી હુકમ કરવામાં આવ્યો છે.આમ જામનગરનું અતિ ચકચાર જનક એડવોકેટ કિરીટ જોશી હત્યા કેસનું પ્રકરણ ગુજરાત હાઇકોર્ટમાં ફરીથી જાગતું થયું છે, અને અદાલતના કડક વલણને લઈને જામનગર માં ભારે ચર્ચા જાગી છે.