જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહીને માછીમારી નો વ્યવસાય કરતા એક વાઘેર માછીમાર યુવાનની જોડિયા પંથકના દરિયામાં લાંગરેલી રૂૂપિયા એક લાખ વીસ હજારની કિંમતની બે માછીમારી બોટ ચોરી થઈ ગયા ની ફરિયાદ બેડી મરીન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.
જેને પોલીસ શોધી રહી છે. જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા અને માછીમારી નો વ્યવસાય કરતા સલીમ મુસાભાઇ ચાવડા (ઉ.વ.39) કે જેણે માછીમારી કરવા માટેની બે બોટો 1, પિરાણી જેની એકલાખ ની કીમત છે, તેમજ 2, કિસ્મત કે જેની કિંમત 20,000 રૂૂપિયા છે, જે જોડિયા તાલુકાના બાલંભા ગામ પાસેના દરિયામાં લાંગરેલી હતી, ત્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી ગયા હોવાથી સમગ્ર મામલો બેડી મરિન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
જેણે પોતાની બંને બોટો ની ચોરી થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ ના અનુસંધાને બેડી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એસ.પોપટ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહ્યા છે, અને તપાસ નો દોર જોડીયા પંથકના દરિયા સુધી લંબાવ્યો છે.