‘રઈસ ફિલ્મની’ જેમ દારૂ ઘુસાડવાનો પ્રયાસ….વેરાવળમાં LCBએ ફિશિંગ બોટમાં 131 પેટી દારૂ સાથે ૨ શખ્સોની કરી અટકાયત

  આજે વર્ષના છેલ્લા દિવસે ઠેર ઠેર પાર્ટીનું આયોજન થતું હોય છે. રાજ્યમાં દારૂના ઘૂસે તેના માટે પોલીસ સતર્કતાથી કામગીરી કરી રહી છે. ત્યારે થર્ટી…

 

આજે વર્ષના છેલ્લા દિવસે ઠેર ઠેર પાર્ટીનું આયોજન થતું હોય છે. રાજ્યમાં દારૂના ઘૂસે તેના માટે પોલીસ સતર્કતાથી કામગીરી કરી રહી છે. ત્યારે થર્ટી ફસ્ટની પૂર્વ સંધ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટને ગીર સોમનાથ LCBએ ઝડપી પાડી હતી. દમણથી ફિશિંગ બોટમાં 131 પેટી દારૂનો જથ્થો ભરી કોડીનારના મૂળ દ્વારકાના બે બુટલેગરો નીકળેલા હતા. એલસીબીએ પકડાયેલા બંન્ને બુટલેગરોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર થર્ટી ફસ્ટની પૂર્વ સંઘ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટને બે બુટલેગરો સાથે ગીર સોમનાથ LCBની ટીમે ઝડપી પાડ્યા છે. દમણમાંથી દારૂનો જથ્થો ભરીને ફિશિંગ બોટ ચોરવાડ ઉતારવા જતી હોવાનું સામે આવ્યું છે. બોટમાંથી 131 પેટી કિંમત રૂ.5.25 લાખનો દારૂનો જથ્થો, બોટ, બે એન્જિન મળી કુલ રૂ.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જે અંગે જાણવા મળેલ વિગત મુજબ સંઘ પ્રદેશ દમણમાંથી એક ફિશિંગ બોટ વિદેશી દારૂનો જથ્થો ભરીને ગીર સોમનાથના દરિયામાં આવી રહી હોવા અંગે પોલીસને બાતમી મળી હતી. જેને લઇ ગઇકાલે (30 ડિસેમ્બર) બપોરે એલસીબી PI એ.બી.જાડેજા સ્ટાફ સાથે બે ખાનગી ફિશિંગ બોટમાં સવાર થઈને દરિયામાં તપાસ અર્થે ગયા હતા. દરમિયાન વેરાવળના દરિયામાં દોઢક કિ.મી દૂર એક શંકાસ્પદ ફિશિંગ બોટ જોવા મળતા તેને ઘેરીને તેમાં તપાસ કરાવતા જુદા જુદા મોટી સંખ્યામાં બોક્સો જોવા મળેલાં હતાં. જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો. આથી ફિશિંગ બોટને વેરાવળ બંદર લાવીને તમામ જથ્થો ઉતારાવી વાહનો મારફત મરીન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ગણતરી હાથ ધરી હતી.

સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે અને દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કાર્ય છે. પોલીસે કોડીનારના મૂળ દ્વારકા ગામના આરીફ ભેસલીયા, ઇદરીશ મુલ્તાની નામના ૨ શખ્સોની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *