પરમાણુ મિસાઇલ પરીક્ષણ દ્વારા ટ્રમ્પની ઇરાનને જગજાહેર ધમકી

પેલેસ્ટાઇનીઓના કેમ્પ પર ઇઝરાયેલના નવા હુમલા: ઇરાન પર નેતન્યાહુએ કુલ 5000 બોમ્બ ઝીંકયા ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વિનાશક વળાંક પર પહોંચ્યું…

પેલેસ્ટાઇનીઓના કેમ્પ પર ઇઝરાયેલના નવા હુમલા: ઇરાન પર નેતન્યાહુએ કુલ 5000 બોમ્બ ઝીંકયા

ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વિનાશક વળાંક પર પહોંચ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં 1100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સંઘર્ષની આગ હવે હિંદ મહાસાગર સુધી ફેલાઈ ગઈ છે. અમેરિકાએ કેલિફોર્નિયામાં પરમાણું શસ્ત્ર (બોમ્બ) વાહક બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે જે પરોક્ષ રીતે ઇરાનને વિનાશક ધમકી છે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે ઓસ્ટ્રેલિયા પણ સક્રિય થયું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનિસે જાહેરાત કરી છે કે તેમનો દેશ મધ્ય પૂર્વમાં સૈન્ય સંસાધનો મોકલી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનિસે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે ઓસ્ટ્રેલિયન “સૈન્ય મિલકતો” મધ્ય પૂર્વ તરફ રવાના થઈ રહી છે. જોકે, સુરક્ષાના કારણોસર તેમણે કયા પ્રકારના હથિયારો કે સંસાધનો મોકલવામાં આવ્યા છે તેની વિગતવાર માહિતી આપી નથી. તેમણે આ પગલાને ’ક્ધટીન્જન્સી પ્લાન’ (કટોકટીની સ્થિતિ માટેની તૈયારી) ગણાવ્યો છે.

મધ્ય પૂર્વમાં ભીષણ જંગ ચાલુ છે ત્યારે અમેરિકાએ પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરતા ’મિનટમેન-III’ નામની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) નું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ પરમાણુ હુમલો કરવા સક્ષમ છે અને હિરોશિમા પર ફેંકાયેલા બોમ્બ કરતા 20 ગણી વધુ શક્તિશાળી છે. કેલિફોર્નિયાથી કરાયેલું આ પરીક્ષણ ઈરાન માટે સીધી ચેતવણી માનવામાં આવે છે. આજે બપોરના પશ્ચિમી મીડીયામાં હાથમાં અણુબોમ્બ લઇને ઇરાન તરફ દોડતા ઉતાવળા ટ્રમ્પના કાર્ટુનો પ્રસિધ્ધ થયેલા છે. જે અમેરિકન માનસ અંગે દુનિયાને સાવધ કરે છે.

લેબેનોનના હેલ્થ મિનિસ્ટ્રીના અહેવાલ અનુસાર ઈઝરાયલી સૈન્યએ ત્રિપોલીના તટીય વિસ્તારમાં પેલેસ્ટિનીઓના શરણાર્થી કેમ્પની ઈમારતને નિશાન બનાવી હતી. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા. કોઈપણ પ્રકારની ચેતવણી આપ્યા વગર આ હુમલો કરવામાં આવ્યો હતો. ેલની સેનાએ અત્યાર સુધીમાં ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર 5000થી વધુ ઘાતક બોમ્બ વરસાવ્યા છે, જેમાં રાજધાની તેહરાન મુખ્ય નિશાન છે. બીજી તરફ, ઈઝરાયેલી સૈનિકો લેબનાનની સરહદમાં ઘૂસી ગયા છે અને ત્યાં જમીની ઓપરેશન શરૂૂ કર્યું છે. યુએન શાંતિ સેનાએ પણ લેબનાની ગામોમાં ઈઝરાયેલી સૈનિકોની હાજરીની પુષ્ટિ કરી છે.

યુધ્ધમાં કાંગારૂનો પ્રવેશ
ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટર જઇજ ન્યૂઝના અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયા દ્વારા બે સૈન્ય વિમાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ વિમાનોનો ઉપયોગ સંભવિત રીતે નાગરિકોને બહાર કાઢવા અથવા સૈન્ય મદદ પૂરી પાડવા માટે થઈ શકે છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં હવે ઓસ્ટ્રેલિયા જેવો મોટો દેશ જોડાતા વૈશ્વિક સ્તરે આ સંઘર્ષ વધુ વ્યાપક બનવાની આશંકા સેવાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના આ પગલાથી પ્રાદેશિક સુરક્ષા સમીકરણો પર મોટી અસર પડી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *