છેવટ સુધી લડી લેવા ટ્રમ્પ, નેતન્યાહુ, ખૌમેનીનો લલકાર

ટ્રમ્પ પોતાના વિકરાળ શસ્ત્રો પર મુસ્તાક: નેતન્યાહુની મુખ્ય તાકાત મોસાદ છે: ખોમૈની વેર લેવામાં કોબ્રામેન-ખતરનાક ઝેરી સાપ ગણાય છે ખૂંખાર રાષ્ટ્રવડાઓએ ખાંડા ખખડાવતા જગતનો જીવ…

ટ્રમ્પ પોતાના વિકરાળ શસ્ત્રો પર મુસ્તાક: નેતન્યાહુની મુખ્ય તાકાત મોસાદ છે: ખોમૈની વેર લેવામાં કોબ્રામેન-ખતરનાક ઝેરી સાપ ગણાય છે

ખૂંખાર રાષ્ટ્રવડાઓએ ખાંડા ખખડાવતા જગતનો જીવ અધ્ધર: યુધ્ધ લાંબુ ચાલશે

અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ઈરાન પર મોટો હુમલો શરૂૂ કર્યો છે, જેમાં તેહરાનમાં અનેક વિસ્ફોટો થયા છે. આ હુમલામાં ઈરાનના મિસાઈલ ઉદ્યોગ, નૌસેના, પરમાણુ પ્રોગ્રામ અને તેહરાનમાં રાષ્ટ્રપતિના મહેલ તથા સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખમેનીના નિવાસસ્થાનને નિશાન બનાવવામાં આવ્યા છે. આ કાર્યવાહી હવાઈ અને સમુદ્રી માર્ગેથી કરવામાં આવી છે, જેમાં અમેરિકાના શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડ અને યુએસએસ એબ્રહામ લિંકનનો ઉપયોગ કરાયો છે. આ હુમલા પછી મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે અને વૈશ્વિક યુદ્ધની આશંકા વધી છે.

અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ઈરાન પર મોટો હુમલો શરૂૂ કર્યો છે, જેમાં તેહરાનમાં અનેક વિસ્ફોટો થયા છે. આ હુમલામાં ઈરાનના મિસાઈલ ઉદ્યોગ, નૌસેના, પરમાણુ પ્રોગ્રામ અને તેહરાનમાં રાષ્ટ્રપતિના મહેલ તથા સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખમેનીના નિવાસસ્થાનને નિશાન બનાવવામાં આવ્યા છે. આ કાર્યવાહી હવાઈ અને સમુદ્રી માર્ગેથી કરવામાં આવી છે, જેમાં અમેરિકાના શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડ અને યુએસએસ એબ્રહામ લિંકનનો ઉપયોગ કરાયો છે. આ હુમલા પછી મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે અને વૈશ્વિક યુદ્ધની આશંકા વધી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલા પછી ટ્રુથ સોશિયલ પર વીડિયો મેસેજમાં કહ્યું, “અમે ઈરાન વિરુદ્ધ મોટી યુદ્ધ કાર્યવાહી શરૂૂ કરી છે. અમારું લક્ષ્ય અમેરિકી લોકોનું રક્ષણ કરવું અને ઈરાનના જોખમને ખતમ કરવું છે. અમે તેમની મિસાઈલોને માટીમાં મેળવી દઈશું અને તેમની નૌસેનાને પૂર્ણપણે તબાહ કરીશું. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને તાત્કાલિક સરેન્ડર કરવું જોઈએ.” ટ્રમ્પે ઈરાનને પરમાણુ હથિયારો મેળવવા નહીં દેવાનું વચન આપ્યું છે.ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પોતાના પ્રથમ ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાનના આતંકી શાસનથી ઉભા થતા અસ્તિત્વના ખતરાને દૂર કરવા માટે કાર્યવાહી શરૂૂ કરી છે. આ કાર્યવાહી ઈરાની લોકોને પોતાના ભાવિને પોતાના હાથમાં લેવાની તક આપશે. ઈરાનને પરમાણુ હથિયારોથી સજ્જ થવા નહીં દેવાય, કારણ કે તે હત્યારું શાસન છે જે માનવતાને ખતરો છે.” નેતન્યાહુએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો છે.

ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખમેનીએ હુમલા પહેલાં ચેતવણી આપી હતી કે, “જો તેઓ આ વખતે યુદ્ધ શરૂૂ કરશે તો તે પ્રાદેશિક યુદ્ધ બની જશે. અમેરિકાના ’બધા વિકલ્પો ટેબલ પર છે’ જેવા ધમકીઓ અમને ડરાવી શકતા નથી. ઈરાન યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ કોઈપણ આક્રમણનો જોરદાર જવાબ આપશે અને તેના પરિણામો આખા પ્રદેશમાં ફેલાઈ જશે.” હુમલા પછી ખમેનીને તેહરાનથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેઓ લાપતા છે.

અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન આ ત્રણ દેશો જેમાં છે તે નવા મધ્યપૂર્વ દેશનો ભડકો અને એની જુવાળાઓ આજે જોતજોતામાં અન્ય અનેક દેશો તરફ ફેલાઇ ગઇ હતી. છતાં આ યુધ્ધની ચિનગારી ચાંપનારા અમેરિકા અને ઇઝરાયેલે છેવટ સુધી લડી લેવાની વાત વિવિધ મીડીયામાં કહી હતી. જેની સામે ઇરાને પણ પોતાના તીખા તેવર દર્શાવ્યા હતા.

એક યુધ્ધખોર માનસ ધરાવતા નેતા તરીકે ઉપરોકત ત્રણેય મહાનુભાવોની મનોવૈજ્ઞાનિક ભુમિકા અલગ અલગ છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું ધાર્યું કરવા માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે અને પોતાના મહા ભયાનક સૈન્યની મદદથી તેઓ ઇરાનને ઝુકાવીને જ રહેશે.

અત્યારે અમેરિકી જાસુસી સેટેલાઇટો મધ્યપૂર્વના દેશો પર સ્થિર થઇ ગયા છે. એમ માનવામાં આવે છે કે આગામી બે દિવસમાં પોતાનો દેશ ઇરાની સૈન્ય વડાને સોંપીને ખોમૈની અન્ય અખાતી દેશમાં નાસી છુટશે.
નેતન્યાહુ પાસે દુનિયાની સૌથી વધુ ખતરનાક મોસાદ એજન્સીના જાસુસીના કારનામાઓ ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાયેલા છે. નેતન્યાહુની સૌથી મોટી તાકાત મોસદ છે. મોસાદ પાસે ઇરાન સહીતના આખા મધ્યપૂર્વની કરમ કુંડળી છે. મોસાદ ધારે ત્યાં નિશાન લઇ શકે છે.

એ જ રીતે આયાતોલ્લાહ ખોમૈની કે ઉંમર પ્રમાણે એમનો એક પગ કબરમાં છે છતાં તેઓ કદી ન ઝુકનારા સરમુખત્યાર છે. ઇરાનના વ્યાપક આતંરીક બળવાને તેઓ દર વરસે પગની એડી તળે કચડી નાખે છે. એમના ઇરાદાઓ ખતરનાક છે અને તેઓ તેમના હિડન પ્લાન માટે જાણીતા છે.

પેન્ટાગોને યુધ્ધ ઝડપથી પુરૂં થવાની કરેલી આગાહી આજે બપોર પછીના સંયોગો જોતા હવે ખોટી પડવાની છે. કારણ કે હવે આ યુધ્ધ ખ્રિસ્તીઓ, મુસ્લિમો અને યહુદીઓનો સંગ્રામ બની જવાનું છે.
યુનાઇટેડ નેશન્સ જેવા અનેક આંતરરાષ્ટ્રીય શાંતિ સંગઠનોએ પોતાના હોઠ આજે સવારથી જ સિવી લીધા છે અને ધારો કે તેઓ કંઇ ઉચ્ચાર કરે તો રણભેરી વાગ્યા પછી હવે એમનો શબ્દ કોઇ સાંભળે એમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *