અમેરિકાની હરતી-ફરતી સેના સમાન જહાજ અબ્રાહમ લિંકને તબાહી મચાવી

ઇરાન પર હુમલો કરવામાં જે જહાજનો ઉપયો થયો તે યુએસએસ એબ્રહામ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ-3 (સીએસજી-3) અમેરિકી નૌસેનાનો સૌથી મજબૂત યુદ્ધ સમૂહ છે, જે એકલા…

ઇરાન પર હુમલો કરવામાં જે જહાજનો ઉપયો થયો તે યુએસએસ એબ્રહામ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ-3 (સીએસજી-3) અમેરિકી નૌસેનાનો સૌથી મજબૂત યુદ્ધ સમૂહ છે, જે એકલા જ પૂરી સેના જેટલી તબાહી મચાવી શકે છે. આ ગ્રુપમાં એક મોટું ન્યુક્લિયર પાવર્ડ કેરિયર (યુએસએસ એબ્રહામ લિંકન, 1 લાખ ટનથી વધુ વજન), 3-4 ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર્સ (આર્લી બર્ક વર્ગ), કેટલીક વખત એક ક્રુઝર, 1-2 ન્યુક્લિયર અટેક સબમરીન્સ અને 1-2 સપોર્ટ જહાજોનો સમાવેશ થાય છે. કુલ 7-10 જહાજો અને સબમરીન્સ સાથે આ ગ્રુપમાં 7,000થી 8,000 સૈનિકો અને મરીન્સ તૈનાત છે.

આ ગ્રુપમાં 65-70 લડાકુ વિમાનો છે, જેમાં એફ/એ-18 સુપર હોર્નેટ, એફ-35સી સ્ટીલ્થ ફાઈટર, ઈ-2ડી હોકઆઈ, એમએચ-60 હેલિકોપ્ટર અને ઈએ-18જી ગ્રાઉલરનો સમાવેશ થાય છે. હથિયારોમાં સેંકડો ટોમાહોક ક્રુઝ મિસાઈલ્સ, હવાથી-હવા અને હવાથી-જમીન મિસાઈલ્સ, હજારો કિલો બોમ્બ અને ગોળા-બારૂૂદ તેમજ ડિફેન્સ મિસાઈલ્સ છે, જે સમુદ્રથી આવતા હુમલાઓને રોકી શકે છે. આ કેરિયર ન્યુક્લિયર પાવરથી ચાલે છે, પરંતુ તેના હથિયારો પરંપરાગત છે.

આ હુમલામાં યુએસએસ એબ્રહામ લિંકનથી લડાકુ વિમાનો અને મિસાઈલ્સ વડે ઈરાનના એરબેઝ, મિસાઈલ સાઈટ્સ, તેલ ફેક્ટરીઓ અને નૌસેના બેઝને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ગ્રુપ દરરોજ 100-150 હુમલા કરી શકે છે, જે ઈરાનની નાની નૌસેનાને પૂર્ણપણે નાશ કરી શકે છે, હોર્મુઝની સ્ટ્રેટ પર કબ્જો કરી શકે છે અને ઈરાનની હવાઈ શક્તિને અસમર્થ બનાવી શકે છે. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યવાહી ઈરાનના વધતા તણાવને જવાબ આપવા માટે છે, જેમાં ઈરાનના આતંકી કાર્યો અને મિસાઈલ પ્રોગ્રામને રોકવાનો હેતુ છે.

યુએસએસ એબ્રહામ લિંકન કેટલાંક અઠવાડિયા પહેલાં દક્ષિણ ચીન સાગરથી મિડલ ઈસ્ટમાં તૈનાત કરવામાં આવ્યું હતું. અમેરિકાનું કહેવું છે કે આ તૈનાતી ઈરાનને ડરાવવા, ઈઝરાયેલની મદદ કરવા અને અમેરિકાના હિતોનું રક્ષણ કરવા માટે છે. આ કાર્યવાહી કોઈ સામાન્ય નથી, પરંતુ મોટા તણાવમાં ખાસ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં આને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, અને યુનાઈટેડ નેશન્સે તાત્કાલિક વાર્તાલાપની અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *