ભારતે અમેરિકાની ચીજો પર ટેરિફ નાબૂદ કરી હોવાનો ટ્રમ્પનો દાવો

ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર સહમતિ સધાયા બાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ભારતે…

ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર સહમતિ સધાયા બાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ભારતે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા તમામ ટેરિફ હટાવી દીધા છે. ઓવલ ઓફિસમાં વાતચીત દરમિયાન ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું હતું કે, ભારત અમેરિકન વસ્તુઓ પરના તમામ ટેરિફ રદ કરવા માટે સંમત થયું છે. તેઓ પહેલાથી જ આ વાત માટે રાજી થઈ ગયા છે. મારા સિવાય તેઓ ક્યારેય બીજા કોઈ માટે આવું ન કર્યું હોત.સ્ત્રસ્ત્ર આમ, ટ્રમ્પે અમેરિકન માલ પરના ટેરિફ નાબૂદ કરવા પાછળનું કારણ પોતાની અંગત રાજદ્વારી કુનેહને ગણાવ્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, બ્રિક્સ સભ્ય દેશ ભારત અમેરિકા પર લાદવામાં આવેલા ટેરિફમાં ઘટાડો કરવા માટે સંમત થયું છે. અગાઉ, ભારતે ટ્રમ્પ વહીવટીતંત્રને ઓટો પાર્ટ્સ, સ્ટીલ અને ફાર્માસ્યુટિકલ્સ પરના ટેરિફ માટે ઝીરો-ફોર-ઝીરો ટ્રેડઓફની ઓફર કરી હતી. જો કે, ભારતના પ્રતિનિધિત્વ તરફથી હજુ સુધી ટ્રમ્પના એ દાવાની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી કે તેઓ અમેરિકન માલ પરના તમામ ટેરિફ ઘટાડવા માટે સંપૂર્ણપણે સંમત થઈ ગયા છે.

નોંધનીય છે કે, યુએસ દ્વારા તમામ દેશો પર 10% વ્યાપક વેપાર ટેરિફ લાદવામાં આવ્યા બાદ બંને દેશો એક નવા વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેપારને સંતુલિત કરવાના પ્રયાસના ભાગરૂૂપે આ યોજના રજૂ કરી હતી, જેમાં આ ચાર્જને પૂર્ણ કરતા નવા કરારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *