રાજકોટ કોલેજિયન છાત્રાનો કૂવામાં ઝંપલાવી આપઘાત

કાળાસર ગામની ઘટના; વેકેશન કરવા વતનમાં ગયેલી યુવતીએ જીવન ટૂંકાવી લીધું રાજકોટમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતી વેકેશનની રજામાં જસદણના કાળાસર ગામે વતનમાં ગઈ હતી. યુવતીએ…

કાળાસર ગામની ઘટના; વેકેશન કરવા વતનમાં ગયેલી યુવતીએ જીવન ટૂંકાવી લીધું

રાજકોટમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતી વેકેશનની રજામાં જસદણના કાળાસર ગામે વતનમાં ગઈ હતી. યુવતીએ કોઈ અગમ્ય કારણસર કૂવામાં કૂદી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના કાળાસર ગામે રહેતી પ્રિયાબેન દેહાભાઈ સાકરીયા નામની 19 વર્ષની યુવતી કૂવામાં પડી જૂતાં તેનું મોત નિપજ્યું હતું. જસદણ પોલીસને જાણ થતાં જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહનું રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બનાવ આપઘાતનો હોવાનું ખુલ્યું છે. જો કે આપઘાતનું કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે.
પ્રિયા રાજકોટ રહીને કોલેજમાં અભ્યાસ કરતી હતી. હાલ વેકેશન હોઈ તેના વતન ગઈ હતી. દિકરીના આ પગલાથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી. તેના માતા-પિતા મજુરી કરી ગુજરાન ચલાવે છે. યુવતીના આપઘાત પાછળનું કારણ જાણવા પોલોસે તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *