હિરાસર એરપોર્ટ નજીકથી શેરડીની આડમાં 1.60 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટ પાસેથી પોલીસે દારૂ ભરેલા ટ્રક સાથે નવાગામમાં રહેતા ડ્રાઇવર કલિનરને ઝડપી લીધા હતાં. ટ્રકમાં શેરડીની આડમાં 944 બોટલ દારૂનો…

રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટ પાસેથી પોલીસે દારૂ ભરેલા ટ્રક સાથે નવાગામમાં રહેતા ડ્રાઇવર કલિનરને ઝડપી લીધા હતાં. ટ્રકમાં શેરડીની આડમાં 944 બોટલ દારૂનો જથ્થો છુપાવ્યો હતો. દારૂનો આ જથ્થો નાસીકથી ભરી રાજકોટ ઉતારવાનો હતો. પોલીસે રૂ.1.60 લાખનો દારૂૂ અને ટ્રક સહિત રૂ.8.70 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ કે.પી. તરેટીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એસ.એસ. જાડેજાની રાહબરીમાં એએસઆઈ બી.ડી.ભરવાડ, જી.કે.રાઠવા, હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા, જીગ્નેશભાઈ અઘેરા, કોન્સ્ટેબલ સુરેશભાઈ ગમારા સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન વહેલી સવારે 4:00 વાગ્યા આસપાસ કુચિયાદળ ગામ પાસે પહોંચતા હકીકત મળી હતી કે, અમદાવાદ હાઈવે બામણબોર ચેકપોસ્ટથી રાજકોટ તરફ ટ્રક નંબર જીજે 3 બીડબલ્યુ 8487 માં દારૂના જથ્થાની હેરફેર થઈ રહી છે. જેથી પોલીસની ટીમે વોચ ગોઠવી હતી અને બામણબોર ચેકપોસ્ટથી એરપોર્ટ ત્રણ રસ્તા બાજુ શંકાસ્પદ ટ્રક પસાર થતાં ટ્રક અટકાવ્યો હતો.

પોલીસે ટ્રકમાં તપાસ કરતા શેરડીનો માલ ભરેલો હોય જે નીચે ઉતારતા નીચેથી પ્લાસ્ટિકની કોથળીઓમાં દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી 1.60 લાખની કિંમતના 944 દારૂના ચપલા મળી આવ્યા હતા. પોલીસે ટ્રકમાંથી દારૂનો આ જથ્થો ટ્રક અને મોબાઈલ સહિત કુલ રૂૂપિયા 8.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બાદમાં પોલીસે ટ્રકચાલકની પૂછતાછ કરતા ટ્રક ચાલકે પોતાનું નામ ફિરોજ બચુભાઈ જુણેજા (ઉ.વ.42) જ્યારે તેની સાથે બેઠેલા શખસનું નામ પૂછતા તેણે પોતાનું નામ રાજેશ ભુપતભાઈ ગોહિલ (ઉ.વ. 31 રહે બંન્ને આઈસ ક્વાર્ટર જુના કુવાડવા પોલીસ સ્ટેશન પાછળ નવાગામ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રક ચાલકને ટ્રકમાં રહેલ શેરડી અને દારૂૂના આ જથ્થા બાબતે પૂછતા તેણે જણાવ્યું હતું કે, આ માલ નાસીકથી ભરી રાજકોટ ખાતે ઉતારવાનો હતો જેથી આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *