સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના સોલડી ટોલનાકા પાસેથી રેન્જ આઈ.જી.ની ટીમે કારપેટના રોલની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે રૂૂ.13.34 લાખનો દારૂૂ-બીયરની 9,792 બોટલો સહિત કુલ રૂૂ. 28,14,994 નો મુદ્દામાલ કબ્જે કરી બે ડ્રાઈવર અને ક્લીનરને ઝડપી લીધા હતા પુછપરછમાં ત્રણ શખ્સોના નામ ખુલ્યા છે.
મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જની ટીમને મળેલી માહિતી મળી હતી કે, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાંથી ટોલનાકા પાસે વોચ ગોઠવી હરિયાણા પાસિંગની એક ટ્રક નં. એચ.આર-67-એ-8964 માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂૂનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે વોચ ગોઠવીને શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતા ટ્રકમાં ભરેલા કારપેટના મોટા રોલની આડમાં દારૂૂની બોટલો સંતાડવામાં આવી હતી. ટ્રકમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂૂની બોટલો અને બીયરના ટીન મળી કુલ 9,792 નંગ કિંમત રૂૂ. 13,34,724 નો જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસે દારૂૂના જથ્થા ઉપરાંત ટ્રક, મોબાઈલ ફોન અને કારપેટના રોલ સહિત કુલ રૂૂ. 28,14,994 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દરોડામાં રાજસ્થાન હનુમાનગઢના ભોજાસરના ડ્રાઇવર સંદિપકુમાર વિનોદકુમાર શાહુ અને રાજસ્થાન હનુમાનગઢના ચીડીયાગાંધીના ક્લીનર રણવીરસિંગ મહેન્દ્રસિંગ ઘાયલની ધરપકડ કરી પુછપરછ કરતા આ દારૂૂનો જથ્થો ટ્રકમાં ભરી આપનાર મહેશ (રહે. ભટ્ટ, તા.જી. ફતેહાબાદ, હરિયાણા), દારૂૂ મંગાવનાર સ્થાનિક બુટલેગર, અને ટ્રકના માલિક સહિત તપાસમાં ખુલ્યા હતા.
રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ રેન્જના પી.આઈ અપૂર્વ પટેલ સાથે,પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને સ્ટાફના ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદિપસિહ ઝાલા, તથા ફતેસંગ પરમાર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
