સુરેન્દ્રનગર કલેક્ટરના ઉઘરાણામાંથી RAC ઓઝાને 25% મામલતદાર દવેને 10% અને કલાર્ક ગોહિલને 5% મળતા હતા:ED

  મની લોન્ડરિંગ દેશની અર્થવ્યવસ્થાને ઘાયલ કરે છે તેવું કહીને ગુજરાત હાઈકોર્ટે સુરેન્દ્રનગરના સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી રાજેન્દ્ર પટેલને નિયમિત જામીન આપવાનો ઇન્કાર કર્યો છે. 2015…

 

મની લોન્ડરિંગ દેશની અર્થવ્યવસ્થાને ઘાયલ કરે છે તેવું કહીને ગુજરાત હાઈકોર્ટે સુરેન્દ્રનગરના સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી રાજેન્દ્ર પટેલને નિયમિત જામીન આપવાનો ઇન્કાર કર્યો છે. 2015 બેચના આ આઈએએસ અધિકારી પર લેન્ડ યુઝ ચેન્જ (CLU) અરજીઓમાં અનિયમિતતાના આરોપ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના તપાસ મુજબ, સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન રાજેન્દ્ર પટેલે લાંચના રૂૂપિયા 3.12 કરોડથી વધુનો હિસ્સો મેળવ્યો હતો. તપાસમાં મળેલી ‘હિસાબ શીટ’ અનુસાર કલેક્ટરને 50% લાંચ મળતી હતી. રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર આર.કે. ઓઝાને 25%, મામલતદાર મયુર દવેને 10% અને ક્લાર્ક માર્યુસિંહ ગોહિલને 5% હિસ્સો મળતો હતો. ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ચંદ્રસિંહ મોરીના નિવેદન મુજબ આ વહેંચણી થતી હતી.

ED એ આરોપ મૂક્યો છે કે અધિકારીઓએ iORA પોર્ટલમાં કૃત્રિમ રીતે કોલમ ઉમેરીને લાંચના દર નક્કી કર્યા હતા એક ચોરસ મીટર માટે 5થી 10 રૂૂપિયા. આ કૌભાંડમાં આશરે 800 અરજીઓની પ્રોસેસિંગ થઈ હતી અને તેના થકી લગભગ 10 કરોડ રૂૂપિયાની ‘પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ’ જનરેટ થઈ હતી. આ રકમ શેમ એન્ટિટીઓ દ્વારા લોન્ડર કરવામાં આવી હતી. ન્યાયાધીશ એચ.ડી. સુથારે કહ્યું કે, મની લોન્ડરિંગ દેશની અર્થવ્યવસ્થાને ઘાયલ કરે છે. રાષ્ટ્રની સાર્વભૌમત્વ વ્યક્તિગત સ્વતંત્રતાથી ઉપર છે. કોર્ટે PMLAની કલમ 45 હેઠળની બે શરતો પૂરી ન થવાનું કારણ આપતાં જામીનનો ઇન્કાર કર્યો. કોર્ટે એ પણ જણાવ્યું કે પટેલની ભૂમિકા અન્ય આરોપીઓ કરતાં વધુ ગંભીર છે અને તેમને સૌથી વધુ લાંચ મળી છે, તેથી અન્ય આરોપીઓને ધરપકડ ન થવાનું કારણ તેમને જામીન મેળવવા માટે પૂરતું નથી.

PMLA કેસમાં જામીન એક અપવાદ છે તેવું પણ કોર્ટે સ્પષ્ટ કર્યું. આ કેસમાં અઈઇની ઋઈંછ પછી ED એ જાન્યુઆરીમાં પટેલની ધરપકડ કરી હતી. કોર્ટે પટેલના નિર્દોષતાના દાવાને પણ ફગાવી દીધો છે. આ કેસ ગુજરાતમાં અધિકારીઓ વચ્ચેના કૌભાંડ અને લાંચની વ્યવસ્થિત રેકેટના એક મોટા ઉદાહરણ તરીકે સામે આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *