ખાદ્યપદાર્થની ખોટી બિલ્ટી બનાવી દારૂનો જથ્થો જામનગર પહોંચાડવાનો હતો, રૂા.2.18 કરોડનો મુદ્દામાલ કબજે
મોરબી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા-રાજકોટ હાઈવે પર મોટી કાર્યવાહી કરી કરોડો રૂૂપિયાની કિંમતનો વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે કુલ 2,18,55,560 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બાબતે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંકાનેર બાઉન્ડ્રી નજીક હાઈવે માર્ગે એક ટ્રકમાં વિદેશી દારૂૂનો મોટો જથ્થો પસાર થવાનો હોય, જેના આધારે પોલીસ ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક સુગર એન્ડ સ્પાઈસ હોટલ સામે પર વોચ ગોઠવી હોય દરમિયાન શંકાસ્પદ બંધ બોડીવાળો ટ્રક પસાર થતા તેને રોકી તપાસ કરતા ટ્રકમાં ફુડ શોર્સની ખોટી બિલ્ટીની આડમાં મોટી માત્રામાં દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન ટ્રકમાંથી 28,584 નંગ વિદેશી દારૂૂની બોટલો અને 3,168 નંગ બિયરના ટીન જેની કિંમત રૂૂ. 1,93,47,360 નો જંગી જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત પોલીસે એક ટ્રક નં. RJ 14 GP 4506, રોકડ રકમ રૂૂ. 3,200 તથા એક મોબાઈલ ફોન સહિત કુલ ₹ 2,18,55,560 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ મામલે પોલીસે ટ્રક ચાલક લલિતકુમાર પ્રતાપજી ખરાડી (રહે. ઝહેરાઝ, ઉદયપુર, રાજસ્થાન)ને સ્થળ પરથી ઝડપી લીધો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં દારૂૂનો જથ્થો મોકલનાર અજાણ્યો શખ્સ, વાહન નંબર RJ 14 GP 4506 નો માલિક અને જથ્થો મેળવનાર અજાણ્યો શખ્સનો સમાવેશ થાય છે.મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાને મળેલી બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
ટ્રકમાંથી દારૂૂ અને બિયરનીની 31,752 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 1,93,47,360 ની કિંમતનો દારૂૂ- બિયરનો જથ્થો તેમજ 25 લાખ રૂૂપિયાની કિંમતનું વાહન, 3200 રૂૂપિયા રોકડા અને 5000 રૂૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 2,18,55,560 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
