રાજસ્થાનવી મોરબીના બૂટલેગરે મંગાવેલ 28912 બોટલ દારૂ સહિત 80 લાખનો મુદ્દામાલ કબજે: એસએમસીનો દરોડો
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે એસ.એમ.સી.ની ટીમે બાતમીના આધારે રૂૂ.55.74 લાખનો દારૂૂ ભરેલ ટ્રક સાથે ચાલકની ધરપકડ કરી હતી. તપાસ માં મોરબીના બુટલેગર અને રાજસ્થાનના સપ્લાયર નું નામ ખુલ્યું છે. આ દરોડામાં 80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગુજરાતમાં દારૂૂબંધીના કાયદાની કડક અમલવારી કરાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસાડવામાં આવતા દારૂૂના જથ્થાને પકડવા માટે વોચમાં હોય તે અંતર્ગત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને એક મોટી સફળતા મળી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ ડી. એ. તુવર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી તરફ એક મોટા વાહનમાં વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ માહિતીના આધારે મોરબી નેશનલ હાઈવે નંબર 27 પર વાઘાસિયા ટોલ પ્લાઝા નજીક, ગાયત્રી ચેમ્બરની સામે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ક્ધટેનર ત્યાંથી પસાર થતાં જ પોલીસે તેને અટકાવીને તલાશી લીધી હતી. ક્ધટેનર ખોલતા જ મોટા પ્રમાણમાં વિદેશી દારૂૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
દરોડા દરમિયાન ક્ધટેનરમાંથી કુલ 28,912 નંગ વિદેશી દારૂૂની બોટલો મળી આવી છે. જપ્ત કરાયેલા આ દારૂૂની અંદાજિત કિંમત રૂૂ. 55,74,528 જેટલી થવા જાય છે. આ ઉપરાંત, દારૂૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલું રૂૂ. 25,00,000 ની કિંમતનું એક ક્ધટેનર પણ પોલીસે જપ્ત કર્યું છે. એસ.એમ.સી.ની ટીમે કુલ રૂૂ. 80,86,098 નો કુલ મુદ્દામાલ જપ્ત કરી ક્ધટેનરના ચાલક અને માલિક એવા બાડમેર રાજસ્થાનના ધીરાસરના અચલારામ રાજુરામ જાટ ને ઝડપી પાડ્યો છે. તેની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ દારૂૂનો જથ્થો રાજસ્થાનના સીકરના વતની મનીષ શર્મા નામના મોરબીના બુટલેગરે મોકલ્યો હતો, જેને સપ્લાયર તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, મોરબીમાં આ દારૂૂનો જથ્થો જે વ્યક્તિ મેળવવાનો હતો તેનું નામ પણ ખુલ્યું છે. પોલીસે આ બંને મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કર્યા છે.
પકડાયેલા આરોપી અચલારામ અને જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલને આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ રેડ બાદ સ્થાનિક બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હાલ આ નેટવર્ક ક્યાં સુધી જોડાયેલું છે અને અગાઉ કેટલો દારૂૂ સપ્લાય કરાયો છે, તે દિશામાં ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
