શેઠે અકસ્માત કેસના વકીલની ફીના રૂપિયા નહી આપતા ટ્રકચાલકનો આપઘાતનો પ્રયાસ

  અમરેલીના ફતેપુર ગામે રહેતો અને ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકને ટ્રક અકસ્માત થયો હતો જે કેસ કોર્ટમાં ચાલે છે. તે કેસમાં શેઠે વકીલની…

 

અમરેલીના ફતેપુર ગામે રહેતો અને ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકને ટ્રક અકસ્માત થયો હતો જે કેસ કોર્ટમાં ચાલે છે. તે કેસમાં શેઠે વકીલની ફીના રૂૂ.15000 નહીં આપતા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીના ફતેપુર ગામે રહેતા જીગ્નેશ મુકેશભાઈ ડાબસરા નામનો 28 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના દોઢેક વાગ્યાના આરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે અમરેલી તાલુકા પોલીસને જાણ કરતા અમરેલી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં જીગ્નેશ ડાબસરાના માતા-પિતા હયાત નથી અને એકની એક બહેનનો એકનો એક ભાઈ છે અને દાદી સાથે રહે છે જીગ્નેશ ડાબસરા ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને જીગ્નેશ ડાબસરાના ટ્રકનો અકસ્માત થયો હતો જે કેસ કોર્ટમાં ચાલે છે તેના શેઠ જગદીશભાઈ મધુભાઈ સરવૈયાએ વકીલની ફીના રૂૂ.15000 નહિ આપતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અમરેલી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *