ગ્રામ્ય વિકાસના સમર્પણ અને સેવાના અઢી વર્ષ પૂર્ણ, સમગ્ર જિલ્લા પંચાયત ટીમ વર્ક થકી રાજકોટ જિલ્લાએ અનેક નોંધપાત્ર સિધ્ધિઓ હાંસલ કરી, ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર આત્મનિર્ભર ગામ થકી આત્મ નિર્ભર ભારતના નિર્માણમાં સતત કાર્યરત
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત કરી ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના નવા આયામો સર્જાયા છે. યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન,આદરણીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ,રાષ્ટ્રીય ભાજપ અધય્ક્ષ શ્રી નિતિન નબીનજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા,નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ અને રાજ્ય ગ્રામીણ વિકાસ અને સમૃધ્ધિ ના નવા આયામો સર કરી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીના નેતૃત્વમાં છેલ્લા અઢી વર્ષના કાર્યકાળમા કુલ 11 સામાન્યસભાઓ યોજાઇ અને 3 વખત જિલ્લા પંચાયતનુ બજેટ રજુ કરવા નો અવસર મળ્યો જે અંતર્ગત ગ્રામીણ વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સ્વચ્છતા અને મહિલા-બાળ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
મુખ્ય સિધ્ધિઓની ઝાંખી
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ કાર્યો: જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી લગભગ રૂૂ.27 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર, પેવર બ્લોક, ચેકડેમ જેવા કામો; 15મા નાણાપંચ જિલ્લા કક્ષા ગ્રાંટ હેઠળ રૂૂ.18 કરોડની ગ્રાન્ટ; તમામ 595 ગ્રામ પંચાયતોમાં સોલાર રૂૂફટોપ મંજૂર (163 પૂર્ણ); રૂૂ. 36 કરોડના સ્ટેટ ઓફ ધ આર્ટ જિલ્લા પંચાયત ભવનનું માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે શિલાન્યાસ; 110 નવા પંચાયત ઘર-તલાટી આવાસ મંજૂર જેનું ઈ ખાતમુહૂર્ત તાજેતરમાં માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.રકમ રુપીયા રૂૂ.27 કરોડ) માર્ગ-મકાન વિભાગ હેઠળ અનેકવિધ રોડ રસ્તાઓ અને બ્રીજના કામો પુર્ણ કરવામા આવ્યા તથા સિંચાઈ વિભાગ હસ્તક વિવિધ ચેક્ડેમ નિર્માણ,રીપેરીંગ તથા સુજલામ સુફલામ યોજ્ના અંતર્ગત ઉંડા ઉતારવાનુ કામ હાથ ધરવામા આવ્યુ.
” આર્થિક અને વહીવટી સુધારા: ગ્રામ પંચાયત વેરા વસૂલાતમાં 10% વધારો, પ્રોત્સાહક રકમ રૂૂ. 71 લાખથી રૂૂ. 1.75 કરોડ; ગ્રામ અસ્મિતા એવોર્ડ હેઠળ 11 સરપંચોને સન્માન; ઈખ ડેશબોર્ડ પર રાજકોટ જિલ્લો પ્રથમ ક્રમે.
” કૃષિ અને પશુપાલન: 46351 ખેડૂતોને રૂૂ.272 કરોડની સબસિડી, કુલ 1.88 લાખ ખેડૂતોને રકમ રુપિયા 37.60 કરોડ ઙખ કિસાન સન્માન નિધિ , 558 પશુ મેળાઓમાં 3,30,464 પશુઓની સારવાર; 31956 પશુઓને કૃત્રિમ બીજદાન,કુલ 4,01,377 પશુઓને રસીકરણ ” આરોગ્ય અને સ્વચ્છતા: 4,19,562 OPD (આયુર્વેદ), 2,20,855 OPD (હોમિયોપેથી); SNCU અને CMTC કેન્દ્રો કાર્યરત; નિક્ષય પોષણ હેઠળ 5654 TB દર્દીઓને સહાય; PMJAY હેઠળ 4.62 લાખ લાભાર્થીઓને રૂૂ.1208 કરોડની નિશુલ્ક સારવાર; 2642 બ્લડ ડોનેશન કેમ્પમાં 2,28,863 બ્લડ બોટલ કલેક્શન ” શિક્ષણ અને મહિલા-બાળ કલ્યાણ: 169 આંગણવાડીઓ મંજૂર (રૂૂ. 202.80 કરોડ); પૂર્ણા યોજના હેઠળ 105 કિશોરીઓનું શાળા પુન:પ્રવેશ; 4976 બાળકોનો ધોરણ-1માં પ્રવેશ; RGSA હેઠળ 4466 બાળકો વિનામૂલ્યે પ્રવેશ; કુંવરબાઈનું મામેરું હેઠળ 1459 લાભાર્થીઓને સહાય,ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ 1463 લાભાર્થીઓને સહાય,રાજા હરીશચંદ્ર મરણોતર સહાય યોજ્ના હેઠળ 968 લાભાર્થીઓને સહાય ” અન્ય વિશેષ: પ્રમુખશ્રીએ સ્વખર્ચે ટ્રેક્ટર-ટ્રોલી ગ્રામ પંચાયતને અર્પણ; છૠજઅ હેઠળ એક્સપોઝર વિઝિટ; સ્વચ્છ ભારત મિશન હેઠળ 508 શૌચાલયોનું નિર્માણ.
આ તમામ સિધ્ધીઓ પ્રમુખશ્રીના સમર્પણ,રાજકોટ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી,પંચાયત મંત્રીશ્રી,જિલ્લાના તમામ સંસદસભ્યશ્રીઓ,તમામ ધારાસભ્યશ્રીઓ,જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદેદારશ્રીઓ,,જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પંચાયતના તમામ સમિતિના ચેરમેનશ્રીઓ,જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ ,તમામ અધિકારીશ્રીઓ – કર્મચારીઓ,જિલ્લાના તમામ સરપંચો અને નાગરિકોના સહયોગથી શક્ય બની છે.
