શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી ચોકથી આગળ આવેલી એક પાનની દુકાનના પાછળનો દરવાજો તોડી તેમાથી રોકડ રકમની ચોરી કરનાર ત્રીપુટી ઘંટેશ્ર્વર પાસેથી પકડી લીધી હતી. તેની પાસેથી બે ચોરાઉ બાઇક પણ મળી આવતા કુલ રૂ. 67500 નો મુદામાલ કબજે કર્યો હતો.
આ ઘટના મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ એસ. બી. જાડેજા, મશરીભાઇ ભેટારીયા, પ્રદિપભાઇ ડાંગર, મુકેશ સબાડ અને રોહિતદાન ગઢવી સહીતના સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે ઘંટેશ્ર્વર રપ વારીયા પાસેથી શકમંદ જણાતા 3 શખ્સોમાંથી બે સગીરવયના હતા.
જેઓની પાસે રહેલ બાઇક અંગે પુછપરછ કરતા તેઓ પાસેથી બાઇકના કાગળો ન હતા અને ફરતુ ફરતુ બોલતા હોય જેથી તેઓને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતા તેમણે બાઇક સાતેક દિવસ પહેલા બજરંગ વાડી શેરી નં 14 માથી ચોરી કર્યાનુ જણાવ્યુ હતુ. તેમજ બે સગીરના ખીસ્સામાથી ર7પ00 ની રોકડ મળી આવી હતી અને તેઓને આ નાણા અંગે પુછતા બંને સગીરે આ પૈસા પાંચેક દિવસ પહેલા હનુમાન મઢી ચોકથી આગળ આવેલ એક પાનની દુકાનનો પાછળનો દરવાજો તોડી ચોરી કરી હતી. તેમજ અન્ય એક બાઇક પણ ચોરી કર્યાની કબુલાત આપતા ગાંધીગ્રામ પોલીસે ભકિતનગર હુડકો પાસે આવેલા વેલનાથ ર મા રહેતા અમિત ઉર્ફે મિત વિપુલભાઇ સોલંકી અને બે સગીરવયના આરોપી પાસેથી 67500 નો મુદામાલ કબજે કર્યો હતો.