બોગસ દસ્તાવેજના પ્રકરણમાં સીટની રચના: સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓને પોલીસનું તેડું

રાજકોટ શહેરની ફેમિલી કોર્ટ પાસે આવેલી અસલી કચેરી ખાતે બોગસ દસ્તાવેજના કૌભાંડમાં પકડાયેલ જયદીપ ઝાલાની 4 દિવસ ના રીમાન્ડ ઉપર પુછપરછ શરુ કરી છે. આ…


રાજકોટ શહેરની ફેમિલી કોર્ટ પાસે આવેલી અસલી કચેરી ખાતે બોગસ દસ્તાવેજના કૌભાંડમાં પકડાયેલ જયદીપ ઝાલાની 4 દિવસ ના રીમાન્ડ ઉપર પુછપરછ શરુ કરી છે. આ કૌભાંડ છેલ્લા 15 મહિનાથી ધમધમી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ ફરાર વકીલ સહીતના અન્ય બે આરોપીઓને પકડવા માટે અને આ અંગેની ઉડાણ પૂર્વક તપાસ કરવા સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે જેમાં કુલ 3 પોલીસ સ્ટેશનના અલગ અલગ પી.આઈ પીએસઆઈ સહીતની કુલ 6 ટીમો બનાવવામાં આવી છે. આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહીતની બાબતોનો તાગ મેળવવા વધુ તપાસ શરુ કરી છે.


આ મામલે સબ રજીસ્ટાર અતુલ દેસાઈ દ્વારા કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર સુપરવાઈઝર જયદીપ ઝાલા, વકીલ કિશન ચાવડા અને પૂર્વ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર હર્ષ સોની સહિતના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે દ્વારા જયદીપ ઝાલાની ધરપકડ કરી અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હર્ષ સોનીના ઘરે પોલીસના દરોડામાં નકલી દસ્તાવેજ બનાવવાની સામગ્રી મળી આવી હતી. આ સમગ્ર ઘટના જોતા નકલી દસ્તાવેજનું કૌભાંડમાં મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેવી શક્યતા છે. પોલીસ દ્વારા આ મામલે સબ રજીસ્ટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓની પણ પૂછપરછ કરવા તજવીજ શરુ કરવામાં આવી છે. આ કૌભાંડની તપાસમાં હજુ પણ અનેક લોકોની સંડોવણી ખુલે તેવી પ્રબળ શક્યતાઓ છે.કૌભાંડ કરતા પહેલા 1972 પૂર્વેની એવી મિલકતો કે જેમાં આજ દિવસ સુધી કોઈ ખરીદ વેચાણનું મુવમેન્ટ જોવા ન મળ્યું હોય તેવી 17થી વધુ મિલકતોના દસ્તાવેજી રેકોર્ટ સાથે ખેલ કર્યો હતો.


જેની માહિતી સબ રજીસ્ટાર કચેરીના આઉટસોર્સના કર્મચારી સુધી કઈ રીતે પહોચી તે બાબત ઉપર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. 23 ફેબ્રુઆરી 2023થી લઈ 18 મે 2024 સુધી હર્ષ સોની, જયદીપ ઝાલા તેમજ કિશન ચાવડાએ કચેરી ખાતે રહેલા 17 ઓરીજીનલ હસ્ત લિખિત દસ્તાવેજોના સ્કેન કરેલા રેકોર્ડિંગને કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરી તેની જગ્યાએ ડુબ્લીકેટ દસ્તાવેજના સ્કેન રેકોર્ડિંગ ફાઈલ રિપ્લેસ કરવામાં આવી હતી.


આમ, કચેરીના ઓરીજીનલ દસ્તાવેજ સાથે પણ ચેડા કરી તેનો નાશ કરી નાખ્યો હતો જેથી ભવિષ્યમાં ઓરીજીનલ દસ્તાવેજની જગ્યાએ કોમ્પ્યુટરમાં બનાવટી દસ્તાવેજની ફાઈલ જોવા મળે.પોલીસે સુત્રધારના હર્ષ સોનીના બીલખા પ્લાઝામાં આવેલ ફલેટમાં દરોડો નકલી દસ્તાવેજો બનાવવાનું છાપખાનું,બનાવટી પેપરનું મશીન, સ્ટેમ્પ, સિલ્વર પેપર, સીપીયુ સહિત છ થેલ ભરેલું સાહિત્ય મળી આવતા કરોડોના જમીન કોભાંડમાં મોટા માથાની સંડોવણીની શંકા સેવાઈ રહી છે. ટોળકીએ 1972 પૂર્વેની મિલકતનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું જેથી સબ રજીસ્ટાર કચરીના સ્ટાફની પણ સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *