ગીરો મૂકેલી બાઈક પરત માંગતા યુવાન ઉપર ત્રિપુટીનો છરીથી હુમલો

શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલા આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં યુવાને બાઈક ગીરવે મુકી રૂપિયા 10 હજાર લીધા હતાં. જે રૂપિયાની ચુકવણી કર્યા બાદ યુવાને…

શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલા આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં યુવાને બાઈક ગીરવે મુકી રૂપિયા 10 હજાર લીધા હતાં. જે રૂપિયાની ચુકવણી કર્યા બાદ યુવાને બાઈક પરત માંગતા ત્રણ શખ્સોએ યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સાધુ વાસવાણી રોડ પર આવેલા આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતો પ્રદીપ મનોજભાઈ બારૈયા નામના 19 વર્ષના યુવાન ઉપર લાલા પરમારના મિત્ર રામભાઈ અને હકા ભરવાડે છરી વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત યુવાને બે માસ પહેલા રૂપિયાની જરૂરીયાત ઉભી થતાં લાલા પરમાર પાસેથી બાઈક ગીરવે મુકી રૂપિયા 10 હજાર લીધા હતાં. જે રૂપિયા ચુકવી દીધા બાદ પ્રદીપ બારૈયા બાઈક લેવા ગયો હતો ત્યારે ત્રણેય શખ્સોએ બોલાચાલી કરી રીક્ષાના વાયર અને છરી વડે હુમલો કર્યો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *