જનરેટર જેવા મશીનમાં દારૂની 14,907 બોટલો મળી આવી હતી
ગઢડામાં બોટાદ રોડ પર કેનાલના રસ્તેથી પોલીસે એક આઈશર ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે આઈશર ગાડીની તપાસ કરતા તેમાં જનરેટરની આડમાં યુક્તિપૂર્વક છુપાવેલો કુલ રૂૂપિયા 80 લાખથી વધુની કિંમતનો દારૂૂ મળી આવ્યો છે.
ગઢડા(સ્વામીના)શહેરમાં બોટાદ રોડ પર કેનાલના રસ્તેથી પોલીસે એક આઈશર ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂૂનો જથ્થો પકડી પાડ્યો છે. લોક મેળાના બંદોબસ્ત દરમિયાન પોલીસે આઈશર ગાડીની તપાસ કરતા તેમાં જનરેટરની આડમાં યુક્તિપૂર્વક છુપાવેલો કુલ રૂૂપિયા 80 લાખથી વધુની કિંમતનો દારૂૂ મળી આવ્યો છે.
ગઢડા ટાઉન પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બોટાદ રોડ પર કેનાલ બાયપાસ રસ્તે એક કાળી તાડપત્રી બાંધેલી શંકાસ્પદ આઈશર ગાડી(નં. ૠઉં-38-ઝઅ-5233) જોઈ હતી.પોલીસે ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ચાલક ગાડી રસ્તા પર મૂકીને અંધારાનો લાભ લઈ વાડી વિસ્તારમાં નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા ડાલામાં એક મોટું જનરેટર જેવું મશીન જોવા મળ્યું હતું.
જેના પર ઇલેક્ટ્રિક સ્ટાર્ટર અને ફ્યુઝ પણ લગાવેલા હતા. શંકા જતા પોલીસે સ્ક્રુડ્રાઈવરથી ઢાંકણું ખોલતા અંદરથી જુદી જુદી બ્રાન્ડની 14,907 દારૂૂની બોટલો મળી આવી હતી. આ દારૂૂના જથ્થાની કિંમત રૂૂપિયા 80,37,792 આંકવામાં આવી છે.
પોલીસે દારૂૂ ઉપરાંત 20 લાખની કિંમતનું આઈશર વાહન પણ જપ્ત કર્યું છે. પોલીસે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ ક્યાં મોકલવાનો હતો અને આઈશરનો માલિક કોણ છે તે અંગે પણ સઘન તપાસ શરૂૂ કરવામાં આવી છે. આ કેસમાં ડ્રાઈવર સહિત જથ્થો મોકલનાર અને મંગાવનાર તમામની ધરપકડ કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતાથી દારૂૂની હેરફેરના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે.
