કબીરના પડછાયા જેવી મીઠી વાણીના ઉદ્ગાતા ત્રિકમ સાહેબ

સાધુ પોતે સંત શ્રી ત્રિકમ સાહેબ જ હતા. આજે 500 વરસ પછી પણ રાપરની બાજુમાં આવેલ ચિત્રોડમાં પાણી ગમે તેવા દુષ્કાળમાં પણ અવિરત વહેતું રહે…

સાધુ પોતે સંત શ્રી ત્રિકમ સાહેબ જ હતા. આજે 500 વરસ પછી પણ રાપરની બાજુમાં આવેલ ચિત્રોડમાં પાણી ગમે તેવા દુષ્કાળમાં પણ અવિરત વહેતું રહે છે

ત્રિકમ સાહેબ એ કચ્છ જિલ્લાનાં ચિત્રોડ ગામે કબીર પરંપરાનાં એક મહાન, તેજસ્વી અને ચમત્કારીક સંત થઈ ગયાં. તેઓ એ પોતાનાં જીવનકાળ દરમિયાન ઘણા બધા ભાવવાહી ભજનોની રચનાઓ કરી હતી. તેમની ભજનવાણીમાં નિર્ગુણ બ્રહ્મ ઉપાસના, રહસ્યાત્મક ભજન અને કબીરવાણીનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. પોતાનાં જીવન દરમિયાન તે સમયે છુતાછુતનાં રિવાજથી તેઓએ ઘણો સંઘર્ષ કર્યો હતો અને તેઓ એક સિધ્ધ સંતમાં સ્થાન પામ્યા હતાં અને તેઓને ભાણસંપ્રદાયમાં ત્રિકમ સાહેબનું બિરૂૂદ પામ્યા હતાં.

ત્રિકમ સાહેબનો જન્મ રાપર તાલુકાનાં રામવાવ ગામે થયો હતો. તેમનાં પિતા ગોકળદાસ વ્યવસાયે ખેતી અને વણાટકામ સાથે જોડાયેલા હતાં. તેથી નાનપણથી જ ત્રિકમ સાહેબ ખેતીકામ કરતા હતાં. પોતાના ખેતરમાંથી પક્ષીઓ પાકનાં દાણા ચણી જતા છતા પણ તેઓ તો ભક્તિમાં જ લીન રહેતા હતાં. આમ તેમને નાનપણથી આધ્યાત્મિક અને દયાળુ જીવન પસંદ કર્યુ હતુ. તેઓનાં ખેતરની પાસે જ આવેલ કાગનોરાની ગુફા આવેલી હતી. ત્યાં રામગુરુ નામનાં એક યોગી મહાત્મા નિવાસ કરતા હતાં. તેથી ત્રિકમ સાહેબ ત્યાં વારંવાર જતા હતાં.
ભક્તિમય જીવન જીવતા-જીવતા એક દિવસ ત્રિકમ સાહેબે સંત રામગીરીની પાસે દિક્ષા લેવા અરજ કરી. આ સાંભળીને પહેલાથી ત્રિકમ સાહેબનાં આત્માને ઓળખતા યોગી રામગીરી હસતા હસતા કહેવા લાગ્યા કે તુ રાપર ગામે બિરાજતા સંતશ્રી ખીમ સાહેબ પાસે જવા કહ્યુ. જેથી તારૂૂ કલ્યાણ થશે. આ યોગી મહાત્માની વાત ઉપર વિશ્વાસ રાખીને તેઓ રાપર ગામે ખીમ સાહેબનાં આશ્રમે અવાર નવાર જવા લાગ્યાં અને સેવા પ્રવૃતિઓ કરવા લાગ્યા. તેમજ ત્યાં આશ્રમમાં ઉજવાતા પ્રંસંગોમાં પણ જવા લાગ્યા.

એક દિવસ ખીમ સાહેબ અને તેમના અન્ય સત્સંગીઓ સૌરાષ્ટ્રમાં જતા હતાં. તે જાણીને ત્રિકમ સાહેબ પણ તેમની સાથે દરીયાઈ માર્ગે હોડી મારફત જવા પહોંચી ગયાં. પરંતુ તે સમયનાં ઉંચનીચ અને છુત-અછુતનાં રિવાજ મુજબ લોકોએ તેમને હોડીમાં બેસવાની ના પાડી દીધી. પરંતુ ત્રિકમ સાહેબ અંતરથી લાગેલી ભક્તિ અને આસ્થાથી રોકાયા નહી અને પોતાનો અંચળો (શાલ જેવું કાપડ) દરિયામાં નાખતા તે દરિયા પર તરવા લાગ્યું અને તેની પર ઉભા રહી દરિયો પાર કરી. જે જગ્યાએ ખીમ સાહેબ અને સત્સંગીઓ પહોંચવાનાં હતાં તે જગ્યાએ તેમના પહેલા પહોંચી ગયાં અને બધાને આશ્ચર્યચકિત કરી દીધાં. આ પ્રંસંગ ખીમ સાહેબને પ્રભાવિત કરી નાખ્યા.અને તેઓને થયું કે આ યુવાન ખરેખર ભક્તિપ્રવાહને જીવંત રાખે તેમ છે. જેથી ત્રિકમ સાહેબની આસ્થા અને ભકિતની તાલાવેલી જોઈને ખીમ સાહેબે તેમનાં શિષ્ય બનાવી દીધા અને તેમને સાહેબનું બિરુદ આપ્યું. ત્યાર થઈ તેઓ ત્રિકમ સાહેબ કહેવાયા. આમ તેમણે ભાણ સંપ્રદાયમાં આગળ વધીને ગુરૂૂ આદેશથી રાપર તાલુકાનાં ચિત્રોડ ગામે આશ્રમ સ્થાપ્યો. જે હાલ સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા વિકાસ સંસ્થાના નેજા હેઠળ ચાલે છે.

પોતાનાં ગુરૂૂ આદેશને શિરોમાન્ય સમજીને તેઓએ ચિત્રોડ ગામે સ્થાપેલા તેમનાં આશ્રમે સદાવ્રત ચાલુ કર્યુ. તે સમયે ઝડપી વાહન વ્યવહારની કોઈ સગવડ ન હતી, તેથી ધાર્મિક દેવસ્થાનોની યાત્રાએ નીકળેલા સાધુ-સંતોને અને અન્ય યાત્રાળુને નાત-જાતનાં ભેદભાવ રાખ્યા વિના જમાડવાની શરુઆત કરી. તે દરમિયાન તેમણે લોકોની ટીકાઓ અને વિરોધનો ઘણોબધો સામનો કર્યો હતો અને છતા પણ અડગ રહીને તેઓ સામાજિક પ્રવૃતિઓ કરવા લાગ્યા. તેમનાં આ કાર્યની સાથે તેઓએ ગુજરાતી ભાષામાં મહત્વનુ યોગદાન કહી શકાય તેવા ભજનોની રચનાં કરી. તેમનાં ભજનો આજે પણ વિખ્યાત છે.

ભાણ સંપ્રદાયની પરંપરાને જીવંત રાખતાની સાથે તેમણે ઘણા શિષ્યોને કંઠી બાંધી હતી. તેમના સાત શિષ્યો હતા જેમાં મુખ્ય બે શિષ્ય, જેમાં રાધનપુરનાં નથુરામ સાહેબ અને બીજા સૌરાષ્ટ્રનાં આમરણ ગામનાં મેઘવાળના બ્રાહ્મણ (ગરૂૂડા) જ્ઞાતિનાં ભીમ સાહેબ.1 ભીમ સાહેબનાં પણ એક શિષ્ય થયા તે ઘોઘાવદરનાં દાસી જીવણ. આમ કબીરથી શરૂૂ થયેલી આ પરંપરામાં ઘણાબધા સિધ્ધ સંતો થયા જેઓએ સદાવ્રતની સાથે સાહિત્યને સમૃધ્ધ રાખવા ભજનોની રચના કરી.

વિક્રમ સંવત 1892 નાં શ્રાવણ વદ 8 એટલે કે જન્માષ્ટમીનાં દિવસે ચિત્રોડ ગામે આવેલા તેમનાં આશ્રમે તેઓએ દેહત્યાગ કર્યો. તેમની સમાધિ ગુરૂૂ શ્રી ખીમ સાહેબની સમાધીની બાજુમાં રાપરનાં આશ્રમે છે.
સંત શ્રી ત્રિકમ સાહેબનાં આદેશ મુજબ તેમનાં શિષ્યો તેમના દેહને સમાધી આપવા રાપર ગામે ગુરૂૂઆશ્રમે લાવ્યા. રસ્તા માં તરસ લાગતા પાણી વિના તેંઓ ટળવળતા હતા ત્યારે અચાનક એક સાધુ એ આવી તેમને બાજુ માં જ પાણી નું ઝરણું બતાવ્યું જેનું પાણી અમૃત સમાન હતું. કહેવાય છે કે એ સાધુ પોતે સંત શ્રી ત્રિકમ સાહેબ જ હતા. આજે 500 વરસ પછી પણ રાપર ની બાજુ માં આવેલ તે જગ્યામાં પાણી ગમે તેવા દુષ્કાળ માં પણ અવિરત વહેતું રહે છે.

તે જગ્યા ને સંત શ્રી ત્રિકમ સાહેબ ગંગાઘાટ વીરડા ના નામ થી પ્રખ્યાત છે.દર અષાઢી બીજ ના ત્યાં મોટો મેળો લાગે છે. સંત શ્રી ત્રિકમ સાહેબ ના દેહ ને પાલખી માં લઇ ને નીકળેલા તેમના શિષ્યો જયારે રાપર ની બજાર માં પ્રવેશ્યા તે સમયે એવો બનાવ બન્યો કે ત્યાનાં ગામજનો અને આશ્રમનાં અનુયાયીઓએ ત્રિકમ સાહેબ હરિજન પછાત જ્ઞાતિનાં હોવાથી તેમને સમાધી ખીમ સાહેબની સમાધીની બાજુમાં આપવાની ના પાડી.

ગામજનો નું કહેવું હતું કે અવસાન પામેલ વ્યક્તિ નો દેહ ગામમાં થઈ બહાર લઇ જવાય કોઈ કાળે બહાર થઈ ગામમાં ના લવાય.તેમાંયે દલિત સમાજના સાધુની સમાધી લોહાણા સમાજના આશ્રમમાં ન આપવાય .જેથી ઘણો વિરોધ વંટોળ થયો. રાપરના લોકો એ સંત શ્રી ત્રિકમ સાહેબની પાલખી પર ધૂળ અને પથ્થર ઉડાડ્યા.ધૂળ નું અબીલ ગુલાલ અને અને પથ્થર નારિયેળ બની ગયા. એકદમ હવાના રુખ બદલાયા.

ઓતરાદો પવન ઠંડો પડ્યો. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને સંત શ્રી ત્રિકમ સાહેબે પાલખીમાંથી પગ બહાર મુક્યો. અને સંત કબીર કહેતા કે જાત ન પુછો સાધુ કી, પુછ લીજયો જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડા રહને દો મ્યાન. આવી ભક્તિમય સમજાવટથી ત્રિકમ સાહેબને તેમનાં ગુરૂૂ ખીમ સાહેબની સમાધીની બાજુમાં જ સમાધી આપવામાં આવી. જે હાલ પણ રાપર ગામે આવેલ ખીમ સાહેબની જગ્યામાં છે. રાપરનાં દરિયાસ્થાનમાં આજે પણ તેમની સમાધિ આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *