બેટ-બોલ તોડીને બનાવાઇ ભારત ન્યૂઝીલેન્ડ T20 સિરીઝની ટ્રોફી

  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સીરિઝની ધમાકેદાર શરુઆત થઈ ચૂકી છે. નાગપુરમાં રમાયેલી પહેલી મેચમાં રનના ઢગલા થયા હતા. ભારતે ન્યુઝીલેન્ડને હાર આપી હતી.પરંતુ…

 

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સીરિઝની ધમાકેદાર શરુઆત થઈ ચૂકી છે. નાગપુરમાં રમાયેલી પહેલી મેચમાં રનના ઢગલા થયા હતા. ભારતે ન્યુઝીલેન્ડને હાર આપી હતી.પરંતુ શું તમે જાણો છો કે, ભારત-ન્યુઝીલેન્ડ ઝ-20- સીરિઝમાં જે ટ્રોફી માટે બંન્ને ટીમ આમને સામે છે. તે કઈ વસ્તુથી બનાવવામાં આવી છે. તો આ ટ્રોફી બેટ અને બોલ બંન્નમાંથી બનાવવામાં આવી છે.

ભારત અને ન્યુઝીલેન્ડ ટી20 સીરિઝમાં જીતનારી ટીમ જે ટ્રોફી ઉઠાવશે. તે કોઈ મેટલથી બની નથી પરંતુ બોલ અને બેટને રિસાઈકલ કરી બનાવવામાં આવી છે.

બીસીસીઆઈએ જૂના બેટના લાકડા અને બોલના ચામડાનો ઉપયોગ કરીને ઝ-20આઈ ટ્રોફી બનાવી છે. આ ટ્રોફી આછા ભૂરા અને મરૂૂન રંગની છે. ઝ-20 સીરિઝની ટ્રોફીનો આછો ભૂરો અને મરૂૂન રંગ તેમાં જૂના બેટના લાકડા અને બોલના ચામડાના ઉપયોગને કારણે છે. આજે સાંજે 7 વાગ્યે આ શ્રેણીનો બીજો મેચ રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *