રાજકોટના ટ્રાન્સપોર્ટર સાથે રૂા.43.78 લાખની છેતરપિંડી

પડવલાના કારખાનામાંથી માલ ભરી ગાજિયાબાદ પહોંચાડવાને બદલે રાજસ્થાનના ટ્રાન્સપોર્ટરે પોતાના ઘરે ઉતારી લીધો રાજકોટ નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન પડવલાથી ગાઝિયાબાદ મોકલવામાં આવેલો અંદાજે રૂૂ. 43.78…

પડવલાના કારખાનામાંથી માલ ભરી ગાજિયાબાદ પહોંચાડવાને બદલે રાજસ્થાનના ટ્રાન્સપોર્ટરે પોતાના ઘરે ઉતારી લીધો

રાજકોટ નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન પડવલાથી ગાઝિયાબાદ મોકલવામાં આવેલો અંદાજે રૂૂ. 43.78 લાખની કિંમતનો માલ ગંતવ્ય સ્થાને પહોંચાડવાને બદલે પોતાના ઘરે ઉતારી લઇ છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે રાજકોટમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા વેપારીએ રાજસ્થાનના એક ટ્રાન્સપોર્ટ માલિક સામે શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના અને હાલ રાજકોટમાં અમદાવાદ હાઇવે પર ’ગુર્જર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ’ ચલાવતા રાજકુમાર દુર્ગાલાલ ગુર્જર (ઉં.વ. 34) એ રાજસ્થાનના જયપુર જિલ્લાના શાહપુરા ખાતે મા લક્ષ્મી એસોસિએટ્સ નામે ટ્રાન્સપોર્ટ ચલાવતા જોગેન્દર પ્રભુ દાયલ યાદવ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તારીખ 21 જૂન 2026 ના રોજ તેમને ગાઝિયાબાદ સ્થિત જય ઓટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજર સુનિલભાઇ રાઠી તરફથી એક ઓર્ડર મળ્યો હતો. ઓર્ડર મુજબ, રાજકોટ જિલ્લાના પડવલા ગામે આવેલા એમ્પાયર સ્ટીલ કારખાનામાંથી પાઇપોને જોઇન્ટ કરવાના લેંગ્સ ભરીને ગાઝિયાબાદ પહોંચાડવાના હતા. આ માલ મોકલવા માટે રાજકુમારે તેમના પરિચિત અને રાજસ્થાનના જયપુર જિલ્લાના શાહપુરા ખાતે મા લક્ષ્મી એસોસિએટ્સ નામે ટ્રાન્સપોર્ટ ચલાવતા જોગેન્દર પ્રભુ દાયલ યાદવનો સંપર્ક કર્યો હતો. બંને વચ્ચે રૂૂ. 1,16,465 ભાડું નક્કી કરી ટ્રક ભાડે રાખવામાં આવી હતી.

તારીખ 22 જૂન 2026 ના રોજ નક્કી થયા મુજબ ટ્રક નંબર આરજે-52-જીબી-1097 પડવલાના એમ્પાયર સ્ટીલ કારખાને પહોંચી હતી. ત્યાંથી રૂૂ. 12,245 ની કિંમતનો એક એવા કુલ 303 નંગ લેંગ્સ જેની કુલ કિંમત રૂૂ. 43,78,077 જે ટ્રકમાં ભરી, ઇ-વે બિલ સાથે ડ્રાઇવર મુરલીધર યાદવ ગાઝિયાબાદ જવા રવાના થયો હતો.
તારીખ 26 જૂનના રોજ ટ્રક ગાઝિયાબાદ પહોંચી હતી, પરંતુ કંપનીમાં જગ્યાના અભાવે તેમજ ક્ધટેનર ખાલી ન હોવાથી માલ તુરંત અનલોડ થઇ શક્યો ન હતો. આ દરમિયાન, ફરિયાદીના ટ્રાન્સપોર્ટમાં કામ કરતા કર્મચારી દ્વારા જાણવા મળ્યું કે, ’મા લક્ષ્મી એસોસિએટ્સ’ ના માલિક જોગેન્દર યાદવે ગાઝિયાબાદથી પોતાના ડ્રાઇવરને માલ ભરેલી ટ્રક સાથે પાછો બોલાવી લીધો હતો અને ગાઝિયાબાદની પાર્ટીને માલ આપવાને બદલે તમામ માલ પોતાના ઘરે ખાલી કરાવી લીધો હતો.

જ્યારે ફરિયાદી રાજકુમારે ટ્રાન્સપોર્ટ માલિક જોગેન્દર યાદવને ફોન કરીને આ અંગે પૂછપરછ કરી, ત્યારે જોગેન્દરે ઉદ્ધત વર્તન કરતા જણાવ્યું હતું કે, તેં મને ખરીદી નથી લીધો, હવે માલ નહીં મળે. ફરિયાદી પોતે રૂૂબરૂૂ શાહપુરા ગામે માલ લેવા ગયા ત્યારે પણ આરોપી જોગેન્દર ઉશ્કેરાઇ ગયો હતો અને તારાથી થાય તે કરી લે, માલ આપવાનો નથી કહી ધમકી આપી હતી અને સામે વકીલ મારફતે નોટિસ મોકલી આપી હતી. ગાઝિયાબાદ અને શાહપુરા પોલીસમાં અરજી આપ્યા બાદ અંતે ફરિયાદીએ રાજકોટના શાપર વેરાવળ પોલીસ સ્ટેશનનો આશરો લીધો હતો.

મામલે શાપર વેરાવળ પોલીસે ફરિયાદી રાજકુમાર ગુર્જરની ફરિયાદના આધારે આરોપી જોગેન્દર પ્રભુ દાયલ યાદવ વિરૂૂદ્ધ વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એસ.આર.પંડ્યા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *